GSRTC Driver Conductor Bharti 2023, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. GSRTC દ્વારા કંડક્ટર અને ડ્રાઇવરોની કુલ 7 હજારથી પણ વધારે જગ્યાઓ ભરવા માટે જાહેરાત બહાર પાડી છે. નોટિફિકેશન પ્રમાણે GSRTC એ ડ્રાઇવરોની કુલ 4062 અને કંડક્ટરોની કુલ 3342 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. ધોરણ 12 પાસ ઉમેદવારો માટે GSRTCમાં નોકરી મેળવવાની સુવર્ણ તક છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો આજથી એટલે કે 7 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.
For Conductor: પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડકટર લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે. વેલીડ ફર્સ્ટ એઇડ સર્ટિ.
For Driver: પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લીક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે તથા હેવી ડ્રાઈવીંગ લાયસન્સ ઓછામાં ઓછું ૪ વર્ષ જુનું હોવું જરૂરી છે. બ્રેક નો સમય અનુભવની ગણતરીમાં ધ્યાને લેવામાં આવશે નહિ તથા હેવી લાયસન્સ પછીનો ડીઝલ સહિતના ભારે વાહન ચલાવવાનો ઓછામાં ઓછો ચાર વર્ષના અનુભવનું પ્રમાણપત્ર અરજી સાથે રજુ કરવાનું રહેશે.
3 thoughts on “GSRTC કંડકટર અને ડ્રાઈવર ભરતી જાહેર 2023 | GSRTC Conductor and Driver Recruitment 2023”