નમસ્કાર મિત્રો સ્વગાત છે તમારું આમરી વેબસાઇટ માં , તો મિત્રો આજની આ પોસ્ટ વાત કરીશું કે 29 જાન્યુઆરી 2023 ના રોજ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવે એમ છે તો તેના મોડેલ પેપર 04 વિશે આપણે આજે ચર્ચા કરીશું… જુનિયર ક્લાર્ક મોડલ પેપર 2023 વિશે ની તમામ પ્રકાર ની માહિતી વિશે ચર્ચા કરીયે તેના પેહેલા જો આ પોસ્ટ ગમે તો આપોસ્ટ ને શેર,કોમેન્ટ કરી દેજો, અને રોજ આવી અવ-નવી માહિતી માટે અમારા whatsaap ગ્રુપ માં જોડવવા વિનંતી, તો ચાલો મિત્રો આ પોસ્ટ ની શરૂઆત કારીએ…
Junior Clerk IMP Questions-GPSSB જુનિયર ક્લાર્ક મોડલ પેપર 04 Questions -041. કયા હડપ્પીય સ્થળેથી હાથીના અવશેષો મળી આવ્યા છે? જવાબ:- રોજડી
2. પ્રાચીન પાષાણ યુગમાં ઉપયોગ માં લેવાતા “ગાભો” અને “પતરી” એ શું હતું? જવાબ:- ઓજારોના પ્રકાર
3. સૌપ્રથમ ક્યારે “દાંડિયો” માસિક પ્રકાશિત થયું? જવાબ:- ઈ.સ.1864 માં
4. “જ્ઞાનસાગર” નામનું સાપ્તાહિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત થયું હતું? જવાબ:- સ્વદેશી હિતેચ્છુ મંડળી
5. તાત્યા ટોપે નવસારી માં કયુ ઉપનામ ધારણ કરીને રહ્યા હતા? જવાબ:- ટહેલદાસ
6. ધોલેરા સત્યાગ્રહ ને મહાદેવભાઈ દેસાઈ એ ___ તરીકે ઓળખાવ્યો હતો? જવાબ:- દેવાસુર સંગ્રામ જવાબ:- દેવાસુર સંગ્રામ
7. ભારત માં જોડાવા આઝાદી સમયે ગુજરાત ના કયા રજવાડા માં લોકમત લેવામાં આવ્યો હતો? જવાબ:- જુનાગઢ
8. નૂતન પુરાપાષાણકાળ માં ચોખા ની ખેતી ના અવશેષો કયા સ્થળે થી મળ્યા હતા? જવાબ:- કોલ્ડીહવા (ઉત્તર પ્રદેશ) જવાબ:- કોલ્ડીહવા (ઉત્તર પ્રદેશ)
9. ઉપનિષદોને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ:- વેદાંત
10. કવિ હરિષેણ દ્વારા કયા સ્તંભ લેખની રચના કરવામાં આવી? જવાબ:- પ્રયાગ પ્રશસ્તિ (અલ્હાબાદ)
11. દેવગઢ નુ દશાવતાર મંદિર કયા રાજયમાં સ્થાપિત છે? જવાબ:- ઉત્તર પ્રદેશ
12. વિઠ્ઠલ અન હજારાસ્વામીના મંદિર નું નિર્માણ કોણે કરાવ્યું હતું? જવાબ:- કૃષ્ણ દેવરાય
13. નેહરુ રીપોર્ટ માં ભારતનો કયો દરજ્જો આપવાની ભલામણ કરવામાં આવી હતી? જવાબ:- અધીરાજ્ય (ડોમિનિયમ)
14. અબ્બાસ તૈયબજી ની ધરપકડ બાદ ધરસાણા સત્યાગ્રહ ની આગેવાની કોના દ્વારા કરવામાં આવી હતી? જવાબ:- સરોજિની નાયડુ
15. રામવળા અને ચંદ્રવળા નામનાં ગીતો કયા તહેવારે ગવાતા હોય છે? જવાબ:- હોળી
16. નહેર નામે ઓળખાતો પ્રાચીન પ્રદેશ હાલ વિસ્તારમાં આવેલો છે? જવાબ:- ઉત્તર ગુજરાત
17. હળોત્રા કે હળજોતરાનો ઉત્સવ ગુજરાત માં કયા પ્રદેશ મા ઉજવાય છે? જવાબ:- ઉત્તર ગુજરાત
18. શેણી-વિજાણંદની લોકકથા માં વિજાણંદ કયુ વાધ ખુબ સારું વગાડતો હતો? જવાબ:- જંતર
19. ઢોલો રાણો કયા પ્રદેશ ના કોળી લોકોનું લોકનૃત્ય છે? જવાબ:- ગોહિલવાડ
20. મુઘલયુગ દરમિયાન મહાભારતના ફારસીમાં થયેલા અનુવાદ ને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ:- રજબનામા
21. ગફૂરભાઈ અને પરિવાર ચિત્ર ની કઈ કળા સાથે સંકળાયેલા છે? જવાબ:- રોગન
22. રાણકીવાવ નો સમાવેશ વિશ્વ વિરાસત સ્થળોની સૂચીમાં કઈ સાલમાં થયો હતો? જવાબ:- ઈ.સ. 2014 માં
23. મહાબલીપુરમ રથમંદિરોમા સૌથી મોટુ રથમંદિર કોનુ છે? જવાબ:- ધર્મરાજ
24. રાસ અને ફાગુ સાહિત્ય પ્રકાર ની ઉત્પત્તિ કઈ કૃતિ માં જોવા મળે છે? જવાબ:- દેશીનામ માળા
25. ગુજરાતી સાહિત્ય ના કયા કવિ મરાઠી છંદ અભંગનો પ્રયોગ કરતાં હતાં? જવાબ:- નરસિંહ
26. ગઈકાલ અને મધ્યાહનના મૃગજળ કોની આત્મકથાઓ છે? જવાબ:- રમણલાલ દેસાઈ
27. કઈ સાલમાં કાકાસાહેબ પહ્નવિભૂષણ એવોર્ડ થી નવાજવામાં આવ્યા? જવાબ:- ઈ.સ.1964
28. ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીએ શરૂઆતમાં કયા ઉપનામથી કવિતા લખવાનો પ્રયત્ન કર્યો હતો? જવાબ:- વિહારી
29. ઝવેરચંદ મેઘાણી એ “છેલ્લૌ કટોરો”કાવ્ય કોને સંબોધીને લખ્યું હતું? જવાબ:- ગાંધીજી
30. શામળાજી પાસે કયું સાંસ્કૃતિક વન આવેલું છે? જવાબ:- શ્યામલ વન
31. એશિયાનો સૌથી મોટો અને ગુજરાતનો સૌપ્રથમ સામૂહિક બાયોગેસ પ્લાન્ટ કયા આવેલો છે? જવાબ:- મેથાણ
32. નંદીગ્રામ આશ્રમ કોના દ્વારા સ્થાપાયો હતો? જવાબ:- મકરંદ દવે
33. ભારતનું સૌથી પશ્ચિમ નુ સ્થાળ કયુ ગણાય છે અને તે ક્યાં આવેલ છે? જવાબ:- સિરક્રીક (જિ. કચ્છ)
34. સાપુતારા કઈ પર્વત માળાનો ભાગ છે? જવાબ:- સહ્યાદ્રિ પર્વતમાળા
35. કઈ જમીન સ્થાનિક ભાષામાં સ્વયં ખેડાતી જમીન તરીકે ઓળખવામાં આવે છે? જ વાબ:- કાળી જમીન
36. સુર્ય સામે પૃથ્વી પરનું એક રેખાંશ પ્રસાર થતાં કેટલો સમય લાગે છે? જવાબ:- 4 મીનીટ
37. દેશમાં દર વર્ષે કયા મહિનામાં વન મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે? જવાબ:- જુલાઈ-ઓગસ્ટ
38. ભારત માં દાસપ્રથાની સમાપ્તિ કયા કાયદા દ્વારા કરવામાં આવી? જવાબ:- ચાર્ટર એક્ટ 1833
39. કયા બંધારણીય સુધારા દ્વારા 6 વર્ષ થી ઓછી વયના બાળકો માટે સંભાળ અને શિક્ષણ ની જોગવાઇ કરવામાં આવી? જવાબ:- 86મા બંધારણીય સુધારા 2002
40. ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ કોના અધ્યક્ષ હોય છે? જવાબ:- રાજ્યસભા
41. બંને પક્ષે સરખું મતદાન થતાં અધ્યક્ષે આવવાનો મતને શું કહેવામાં આવે છે? જવાબ:- કાસ્ટિગ વોટ
42. લોકસભા ના ઉપાધ્યક્ષ કોને સંબોધીને પોતાનું રાજીનામું આપે છે? જવાબ:- લોકસભાના અધ્યક્ષ
43. નવી લોકસભાનાં સભ્યોમાંથી કોણ એક વ્યક્તિને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરે છે? જવાબ:- રાષ્ટ્રપતિ
44. ભારતીય બંધારણમાં રાજ્ય વિધાન મંડળની ભાષા ની જોગવાઇ કયા અનુચ્છેદ માં કરવામાં આવી? જવાબ:- અનુચ્છેદ 210
45. કૌટિલ્ય ના અર્થશાસ્ત્ર મુજબ કેટલા પ્રકારની વહીવટી વ્યવસ્થા નો ઉલ્લેખ છે? જવાબ:- 3 પ્રકારની
46. પંચાયતી રાજ વિષય ભારતનાં બંધારણની કઈ યાદીમાં છે? જવાબ:- રાજ્ય યાદી
47. વનસ્પતિ નો જે ભાગ સૂર્ય પ્રકાશથી વંચિત રહેતો હોય તેમા કયું રંજકદ્રવ્ય જોવા મળે છે? જવાબ:- રંગહીનકણ
48. માનવ શરીર માં આવેલી સૌથી મોટી ગ્રંથી કઈ છે? જવાબ:- લીવર
49. લેપટોપની પાતળી આવૃત્તિ ને શું કહે છે? જવાબ:- અલ્ટ્રા બુક
50. અચંત શરથ કમલ કઈ રમત સાથે સંકળાયેલ ખેલાડી છે? જવાબ:- ટેબલ ટેનિસ
તો મિત્રો પંચયત વિભાગ દ્વારા જે પરીક્ષા લેવમાં આવનાર છે તેના મોડેલ પેપર 04 માં આપણે 50 પર્શ્નો સુધી રાખીશું, અને બાકી ના અગત્ય ના પર્શ્નો આપણે next post માં જોઈશું. આ પોસ્ટ ગમી હોય તો આ પોસ્ટ ને શેર,કોમેન્ટ કરી દેજો, અને રોજ આવી અવ-નવી માહિતી માટે અમારા whatsaap ગ્રુપ માં જોડવવા વિનંતી, તો મિત્રો ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવી પોસ્ટ માં …. જય હિન્દ… જય ભારત….
2 thoughts on “જુનિયર ક્લાર્ક મોડલ પેપર 04 | GPSSB Junior Clerk Model Paper 2023”