જુનિયર ક્લાર્ક મોડલ પેપર 9 | GPSSB Junior Clerk Model Paper 2023

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

નમસ્કાર મિત્રો સ્વગાત છે તમારું આમરી વેબસાઇટ માં , તો મિત્રો આજની આ પોસ્ટ વાત કરીશું કે 29 જાન્યુઆરી 2023 ના રોજ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવે એમ છે તો તેના જુનિયર ક્લાર્ક મોડેલ પેપર ની સિરીજ આપણે ચાલુ કરેલ છે તો જુનિયર ક્લાર્ક મોડેલ પેપર 08 અપલોડ કરી દીધેલ છે તો આજે આપણે મોડેલ પેપર 09 વિશે આપણે આજે ચર્ચા કરીશું…તો ચાલો મિત્રો શરુ કરીએ…

પંચાયત જુનિયર ક્લાર્ક – 2023

1. કયો અંગ્રેજ વ્યાપાર કરવાની પરવાનગી મેળવવા માટે જહાંગીરના દરબારમાં આવ્યો હતો?

-> કેપ્ટન હોકિન્સ

2. ગુજરાતમાં ક્યાં મરાઠા રાજાએ સિક્કાઓ શરુ કર્યા હતા?

-> દામાજીરાવ

3. મહંમદ તુઘલક કોનો બળવો દબાવી દેવા માટે ગુજરાત આવ્યો હતો?

-> કાઝી જલાલ

4. સોમનાથ મંદિરમાં “મેઘનાદ મંડપ” કોણે બંધાવ્યો હતો?

-> ભીમદેવ પહેલાએ

5. ક્યાં મુઘલ બાદશાહે “નક્ષત્ર” નામના સિક્કાઓ બહાર પાડ્યા હતા?

-> શાહજહાં

 6. “સત્યપ્રકાશ” સામાયિક કોણે શરુ કર્યું હતું?

-> કરશનદાસ મુળજી

7. તાત્યા ટોપેનો ટહેલદાસ નામનો ઉલ્લેખ ક્યાં ગ્રંથમાં જોવા મળે છે?

-> તવારીખ એ નવસારી

8. અમદાવાદ મિલમજુર માટે રચાયેલ લવાદીપંચના અધ્યક્ષ કોણ હતા?

-> આનંદશંકર ધ્રુવ

9. ઝાંઝીબારમાં રહેતા હિન્દી વેપારીઓ પરના પ્રતિબંધનો પ્રશ્ન ક્યાં અધિવેશનમાં ચર્ચાયો હતો?

-> હરીપુરા અધિવેશન

10.વચગાળાની સરકારમાં રજવાળાઓનો વિભાગ કોના હસ્તક હતો?

-> વલ્લભભાઈ પટેલ

11.જામ વિભાજીએ ક્યાં અંગ્રેજ અધિકારીને જામ રણજીતસિંહજીની દેખરેખ સોપી હતી?

-> કર્નલ બાર્ટન 

12.પાનેલીનું તળાવ ક્યાં રાજવી દ્વારા બંધાવવામાં આવ્યું હતું?

-> ભગવતસિંહજી

13.ભારતની સ્વતંત્રતા માટે જર્મનીના હિટલર પાસેથી કોણે મદદ માગી હતી?

-> સુભાષચંદ્ર બોઝ 

14.વેવેલ પ્રસ્તાવ પર વિચાર વિમર્શ કરવા ક્યાં સ્થળે સંમેલન મળ્યું હતું?

-> શિમલા

15.કોના દ્વારા નિકોબાર ટાપુને “સ્વરાજ દીપ” નામ આપવામાં આવ્યું હતું?

-> સુભાષચંદ્ર બોઝ

16.“મોહનકાકા થી હવે ચલાઈ છે” વાક્યોનો પ્રકાર ઓળખાવો?

-> કર્મણી વાક્ય 

17.તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો, “ગોજ” ?

-> સોજો

18.ગુજરાતી ભાષાનું સૌપ્રથમ આખ્યાન કયું છે?

-> સુદામાચરિત્ર

19.“ગોધો” શબ્દનો સમાનર્થી શબ્દ આપો?

-> આખલો

20.આપેલ શબ્દનો સમાસ ઓળખાવો, “દાનવીર” ?

-> અધિકરણ તત્પુરુષ સમાસ

21.કેન્દ્ર સરકારે ક્યાં રાજ્યના તરાઈ હાથી અનામતને મંજુરી આપી?

-> ઉત્તરપ્રદેશ

22.ગુજરાતનું કયું સ્થળ “હીરકનગરી” તરીકે પ્રખ્યાત છે?

-> જામનગર

23.ટ્રાન્ઝીસ્ટર : વિલિયમ શોકલી : IC:……..?

-> જેક ક્લીબ

24.ઉત્તર ભારતમાં ક્યાં રાજાના અવસાન પછી નાના-નાના રાજ્યો સ્વતંત્ર થયા?

-> હર્ષવર્ધન 

25.“જુનું તો થયું રે દેવળ, જુનું રે થયું” આપેલ પંક્તિના લેખક કોણ છે?

-> મીરાબાઈ

26.બાબરના ભારત પરના આક્રમણ સમયે દિલ્હીમાં કોનું શાસન હતું?

-> ઈબ્રાહીમ લોદી

27.અખંડ હિંદના બે ભાગલા કરવાની યોજનાને કઈ યોજના કહેવામાં આવે છે?

-> માઉન્ટ બેટન યોજના 

28.અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે?

-> માળવાનો ઉચ્ચપ્રદેશ

29.આપેલ પંક્તિમાં અલંકારનો પ્રકાર ઓળખાવો, “દીકરાઓ પાણીની પેઠે પૈસા વાપરે છે” ?

-> ઉપમા અલંકાર 

30.ગણરાજ્યોમાં રાજ્યની બધી સતાઓ કોની પાસે રહેતી હતી?

-> સભ્યો પાસે

31.રવિન્દ્રનાથ ટાગોરે પોતાની વિચારધારા મુજબ કઈ સંસ્થાની સ્થાપના કરી?

-> શાંતિનિકેતન

32.કચ્છના ક્યાં ગામને ભારત સરકારે “હેરીટેજ વિલેજ તરીકે જાહેર કર્યું છે?

-> તેરા

33.દદીવાસળીમાં શાનો ઉપયોગ કરવામાં આવે છે?

-> લાલ ફોસ્ફર

34.ટી.વી. પર આવતા કાર્યક્રમો આપને ક્યાં આવરણને કારણે સરળતાથી જોઈ શકીએ છીએ?

-> વાતાવરણ

35.“ખીલો થઈ જવું” રુઢિપ્રયોગનો અર્થ આપો?

-> ઉભા રહી જવું

36.ખંભે ભરાવવાની ઝોળી” શબ્દસમૂહ માટે એક શબ્દ આપો?

-> ખડિયો

37.ઈન્ટરપોલ 90 મી જનરલ એસેમ્બલીનું આયોજન ભારતમાં ક્યાં સ્થળે થશે?

-> નવી દિલ્હી 

38.તાજેતરમાં ક્યાં દેશમાં ભારતનો ઉત્સવ‘સારંગ”ની શરૂઆત કરવામાં આવી?

-> દક્ષિણ કોરિયા 

39.બાયનરી લેન્ગવેજમાં કેટલા અંકો હોય છે?

-> 2 અંક

40.આપેલ શબ્દમાં સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો, “મહેનત” ?

-> ભાવવાચક

41. ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ સંઘનું મુખપત્ર કયું છે?

-> શિક્ષક જ્યોત

42. “આંગતુક” નવલકથાના લેખક કોણ છે?

-> ધીરુબહેન પટેલ

43.“માણેકના ચિત્કારે તેમનો પીછો કર્યો” આપેલ પંક્તિનો અલંકાર ઓળખાવો?

-> સજીવારોપણ અલંકાર

44. લસણ અને ડુંગરીમાં ગંધ ક્યાં તત્વને કારણે આવે છે?

-> સલ્ફર

45. “રાષ્ટ્રીય ખેલ દિવસ” ક્યાં ભારતીય ખેલાડીની યાદમાં ઉજવવામાં આવે છે?

-> મેજર ધ્યાનચંદ

46. માંડવીની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે?

-> ચોટીલા

47.ગુજરાતમાં સૌથી વધુ બોકસાઇટ ક્યાં જીલ્લા માંથી મળી આવે છે?

-> જામનગર 

48.હિંદુધર્મનો સૌપ્રથમ કાયદાગ્રંથ કોને માનવામાં આવે છે?

-> મનુસ્મૃતી

49.ક્યાં પ્રકારના જંગલોના વૃક્ષોનું લાકડું કાગળ બનાવવામાં ઉપયોગી છે?

-> શંકુદ્રુમ જંગલો

50. નેટવર્કના કરોડરજ્જુ તરીકે ક્યાં પ્રકારના કોમ્પ્યુટર કાર્ય કરે છે?

-> મેઈનફ્રેમ કોમ્પ્યુટર

GPSSB Junior Clerk Model Paper 2023
GPSSB Junior Clerk Model Paper 2023

આ પણ વાંચો:- જુનિયર ક્લાર્ક મોડલ પેપર 01,02,03,04,05,06,07,08

તો મિત્રો પંચયત વિભાગ દ્વારા જે પરીક્ષા લેવમાં આવનાર છે, તો તેની મોડેલ પેપર ની સિરીજ આપણે ચાલુ કરેલ છે, મોડેલ પેપર 09 માં આપણે 50 પર્શ્નો સુધી રાખીશું, અને બાકી ના અગત્ય ના પર્શ્નો આપણે next post માં જોઈશું…

Leave a Comment