20 January 2023 Current Affairs | Todays Current Affairs in Gujarati

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

20 જાન્યુઆરી 2023 કરંટ અફેર્સ

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વેબસાઇટ માં, તો મિત્રો આજની આ પોસ્ટ વાત કરીશું કરંટ અફેર્સ વિશે. તો મિત્રો આજે આપણે 20 જાન્યુઆરી 2023 ના કરંટ અફેર્સ પર્શ્નો વિશે વાત કરીશું. વનલાઈનર કરંટ અફેર્સ પર્શ્નો અને ડિટેલ્સ કરંટ અફેર્સ પ્રશ્નો વિશે વાત કરશું, તો ચાલો મિત્રો શરુ કરીએ…

1) તાજેતરમાં કોના દ્વારા લેખિત ‘એક્ઝામ વોરિયર્સ’ ગુજરાતી સંસ્કરણનું વોમોચન કરવામાં આવ્યું?

–> નરેન્દ્ર મોદી

-> વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ માટે “એક્ઝામ વોરિયર્સ” પુસ્તક લખી છે, આ પુસ્તકનું વિમોચન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

-> આ પુસ્તક દરેક વિધાર્થીઓને પરીક્ષા સહિત જીવનમાં પણ ઉપયોગી સાબિત થશે.

-> દરેક વિદ્યાર્થી, પરીક્ષાર્થી, તેમના વાલી તથા શિક્ષણપ્રેમીઓ માટે અદ્વિતીય, પથદર્શક અને દીવાદાંડીરૂપ પુસ્તક છે.

-> ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ૧૪ મી માર્ચથી શરૂ થનાર ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ (તમામ પ્રવાહ)ના વિદ્યાર્થીઓ માટે તથા તમામ રાજ્યોની શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષક- અધ્યાપકો અને તેમના વાલીઓને અત્યંત ઉપયોગી તેમજ પ્રકરણવાર ૧ થી ૩૪ નવા મંત્રો સાથેનું “એકઝામ વોરિયર્સ’ પુસ્તક વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રસપ્રદ શૈલીમાં રચાયું છે.

2) તાજેતરમાં બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી IT સર્વિસીસ 25’ યાદી અનુસાર TCS કેટલામાં સ્થાને છે?

–> બીજા

-> વર્ષ 2023 માટે યુકે સ્થિત કન્સલ્ટન્સી બ્રાન્ડ ફાઇનાન્સ દ્વારા તૈયાર કરવામાં આવેલી IT સર્વિસિસ 25′ યાદી અનુસાર ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અને ઇન્ફોસિસે બીજા અને ત્રીજા સૌથી મૂલ્યવાન IT સર્વિસ બ્રાન્ડ્સ તરીકે તેમનું સ્થાન જાળવી રાખ્યું છે. -> એક્સેન્ચરે $39.8 બિલિયનના મૂલ્યની બ્રાન્ડ સાથે સતત પાંચમા વર્ષે ટોચનું સ્થાન જાળવી રાખ્યું. તે બ્રાન્ડ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ (BSI) 100 માંથી 87.8 સ્કોર અને અનુરૂપ AAA બ્રાન્ડ રેટિંગ સાથે રેન્કિંગમાં સૌથી મજબૂત IT સેવાઓ બ્રાન્ડ છે.

-> TCSની બ્રાન્ડ વેલ્યુ 2 ટકા વધીને $17.2 બિલિયન થઈ હતી. બ્રાન્ડ ફાઈનાન્સના અહેવાલમાં જણાવાયું છે કે, TCS એ ઘણા અનુરૂપ પરિવર્તન કાર્યક્રમો આપ્યા છે કારણ કે ગ્રાહકો વિવિધ હાઇબ્રિડ કાર્ય પદ્ધતિઓ તરફ સ્થળાંતર કરે છે.

-> ઇન્ફોસિસની બ્રાન્ડ વેલ્યુ 2 ટકા વધીને $13 બિલિયન થઈ છે કારણ કે તેણે વૈશ્વિક સ્તરે ટોચની ત્રણ સૌથી મૂલ્યવાન IT સર્વિસ બ્રાન્ડ્સમાં તેનું સ્થાન મજબૂત કર્યું છે. AAA ના રેટિંગે ઇન્ફોસિસને વિશ્વની ટોચની 150 સૌથી મૂલ્યવાન બ્રાન્ડ્સમાં પ્રવેશવામાં મદદ કરી.

3) તાજેતરમાં ગવર્નમેન્ટ ઇ માર્કેટપ્લેસ (GeM) એ મહિલા ઉદ્યોગસાહસિકો અને મહિલા સ્વ-સહાય જૂથો (WSHGs) ને તેમના ઉત્પાદનો સીધા વિવિધ સરકારી મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓને વેચવા માટે સશક્ત બનાવવા માટે કઈ પહેલ શરૂ કરી છે?

–> વુમનિયા ઓન GeM

-> તાજેતરમાં ગવર્નમેન્ટ ઇ માર્કેટપ્લેસ (GeM) એ મહિલા ઉદ્યોગસાહસિકો અને મહિલા સ્વ-સહાય જૂથો (WSHGs) ને તેમના ઉત્પાદનો સીધા વિવિધ સરકારી મંત્રાલયો, વિભાગો અને સંસ્થાઓને વેચવા માટે સશક્ત બનાવવા માટે “વુમનિયા ઓન GeM” નામની નવી પહેલ શરૂ કરી છે.

-> આ પહેલનો હેતુ લિંગ-સમાવેશક આર્થિક વૃદ્ધિ હાંસલ કરવા માટે સમાજના હાંસિયા પર મહિલા ઉદ્યોગસાહસિકતા વિકસાવવાનો છે.

-> વુમનિયા હોમપેજ વિવિધ સરકારી મંત્રાલયો અને વિભાગોમાં અધિકારીઓને મહિલા ઉદ્યમીઓ પાસેથી સામાન્ય ઉપયોગની વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિને પ્રોત્સાહન આપવા માટેની ઝુંબેશ વિશે માહિતી આપશે.

4) તાજેતરમાં વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ ‘લ્યુસીલ રેન્ડન’ નું નિધન થયું છે તેઓ ક્યા દેશના હતા?

–> ફ્રાન્સ

-> તાજેતરમાં વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ, ફ્રેંચ નન લ્યુસીલ રેન્ડનનું 118 વર્ષની વયે અવસાન થયું છે. તેઓને સિસ્ટર આન્દ્રે તરીકે પણ ઓળખવામાં આવે છે.

-> તેમનો જન્મ 11 ફેબ્રુઆરી, 1904ના રોજ દક્ષિણ ફ્રાન્સમાં થયો હતો.

-> તે લાંબા સમય સુધી સૌથી વૃદ્ધ યુરોપિયન તરીકે ગણવામાં આવતી હતી.

-> સિસ્ટર આન્દ્રે સૌથી વૃદ્ધ સાવી રહેવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.

-> ગયા વર્ષે 119 વર્ષની વયે જાપાનની કેન તનાકાનું અવસાન થતાં તે વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ બની ગઈ હતી.

5) તાજેતરમાં સમાચારમાં રહેલ ‘સોયુઝ એમેસ–23’ ક્યા દેશનું અંતરિક્ષયાન છે?

-> રશિયા

-> તાજેતરમાં રશિયા આંતરરાષ્ટ્રીય સ્પેશસ્ટેશનથી ત્રણ અવકાશયાત્રીઓ (સેર્ગેઇ પ્રોકોપ્લેવ, દિમિત્રી પેટેલિન અને ફ્રાન્સિસ્કો રૂબિયોન)ને પૃથ્વી પર પરત લાવવા માટે ROSCOSMOS સોયુઝ એમેસ-23 અંતરિક્ષયાન મોકલશે.

-> અવકાશ યાત્રીઓ સોયુઝ એમેસ-22 કેપ્સુલ મારફતે ISS થી પોતાનું મિશન પુરુ કરીને પરત ફરવાના હતા, પરંતુ સ્પેશ સ્ટેશન સાથે જોડાયેલા આ કેપ્સુલમાં કુલન્ટ ટેંકમાં લીકના કારણેકે અંદરનું તાપમાન વધુ હોવાથી અવકાશયાત્રીઓને પરત લાવવા ઉપયોગમાં લેવામાં આવશે નહીં.

-> તાપમાનથી અસર ન થાય તેવા સાધનો જ આ કેપ્સુલ એમેસ-22 મારફતે પરત લાવવામાં આવશે. અને ત્રણ અવકાશયાત્રીઓ નું મિશન લંબાવી તેમને ફેબ્રુઆરીમાં સોયુઝ એમેસ-23 દ્વારા પરત લાવવામાં આવશે.

6) તાજેતરમાં ઓટો એક્સપો 2023 ની શરૂઆત ક્યા શહેર માં કરવામાં આવી છે?

–> ઇન્ડિયા એક્સપોર્ટ માર્ટ – નોઈડા

-> ઓટો એક્સ્પો 2023 ની શરૂઆત ll−18 જાન્યુઆરી દરમિયાન ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો માર્ટ ખાતે કરવામાં આવી હતી.

-> ભારતના ફ્લેગશિપ મોટર શોની 16મી આવૃત્તિમાં 6.36 લાખથી વધુ મુલાકાતીઓનો રેકોર્ડ ટર્નઆઉટ જોવા મળ્યો હતો.

-> વધુમાં, પ્રદર્શન દરમિયાન કુલ 82 વાહનોએ વૈશ્વિક/ભારતમાં પ્રવેશ કર્યો હતો

-> નોંધનીય છે કે 2020માં યોજાયેલા અગાઉના ઓટો એક્સ્પોમાં 6.08 લાખ મુલાકાતીઓએ હાજરી આપી હતી.

-> આ વર્ષે હેડલાઇન્સ બનાવનારા કેટલાક લોકપ્રિય લૉન્ચ અને અનાવરણમાં મારુતિ સુઝુકી જિમ્મી, ટાટા સિએરા, સફારી ઇવી વગેરેનો સમાવેશ થાય છે.

7) તાજેતરમાં શુભમન ગીલે ક્યા દેશ સામે પોતાની કારકિર્દીની પ્રથમ બેવડી સદી ફટકારી?

–> ન્યુઝીલેન્ડ

-> તાજેતરમાં ભારતીય બેટર શુભમન ગીલે ODIમાં માત્ર આઠમો અને સૌથી યુવા ખેલાડી (23 વર્ષ) બન્યો છે.

-> ક્રિકેટ ઇતિહાસ, શુભમન ગિલે ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન સામે ત્રણ લાંબી છગ્ગા ફટકારીને તેની પ્રથમ બેવડી સદી પૂરી કરી.

-> ઓપનર શુભમન ગિલે રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 2009માં ઓસ્ટ્રેલિયા સામે સચિન તેંડુલકર (175) દ્વારા બનાવેલા સર્વોચ્ચ સ્કોરનો રેકોર્ડ પણ તોડ્યો હતો.

-> તે 19 ઇનિંગ્સમાં આ આંક સુધી પહોંચ્યો હોવાથી તે વનડેમાં સૌથી ઝડપી 1000 રન પૂરા કરનાર ભારતીય પણ બન્યો હતો.

8) તાજેતરમાં ઇન્ડિયન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ 2023 શરૂઆત ક્યા થઈ હતી?

–> નવી દિલ્હી

–> 17 જાન્યુઆરીથી નવી દિલ્હી ખાતે ઇન્ડિયા ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ 2023 શરૂ થઇ છે. સુપર 750 ટુર્નામેન્ટ નવી દિલ્હી કે. ડી. જાધવ ઇન્ડોર સ્ટેડિયમમાં યોજાશે. – ઇન્ડિયા ઓપનને સુપર 750 ટુર્નામેન્ટમાં અપગ્રેડ કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટની સ્થાપના 1973 માં કરવામાં આવી હતી. – 22 જાન્યુઆરીના રોજ ફાઇનલ મેચ સાથે આ ટુર્નામેન્ટની સમાપ્તી થશે.

9) ક્યા દેશે તેના 75મા સ્વતંત્રતા દિવસ પર જવાહરલાલ નેહરુના ચિત્રવાળી ટપાલ ટિકિટ બહાર પડી છે?

–> શ્રીલંકા

10) 60 વર્ષ પછી ક્યા દેશની વસ્તીમાં ઘટાડો થયો છે?

—>ચીન

11) ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં કઈ બેંકે તેના નફામાં 12 ટકાનો વધારો કર્યો છે?

-> બેંક ઓફ ઇન્ડિયા

12) ઓડિશા સરકારે ઓ.પી.ગી.સી માં કેટલા ટકા ભાગીદારીનું વિનિવેશ કરવાની દરખાસ્ત કરી છે?

-> 49

13) તાજેતરમાં ક્યા રાજ્યમાં એચ,એલ.વી(HLV) ફિલ્મ સીટી બનાવવામાં આવી છે?

–> પંજાબ

14) ક્યા દેશના વડાપ્રધાનએ વડાપ્રધાન પદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી છે?

–> ન્યુઝીલેન્ડ

15) તાજેતરમાં ‘ઈ–મહાકુંભ’ પોર્ટલ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું છે?

–> દ્રૌપદી મુર્મુ

Current Affairs in Gujarati
Current Affairs in Gujarati

Leave a Comment