નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વેબસાઇટ માં, તો મિત્રો આજની આ પોસ્ટ વાત કરીશું કરંટ અફેર્સ વિશે. તો મિત્રો આજે આપણે 22 જાન્યુઆરી 2023 ના કરંટ અફેર્સ પર્શ્નો વિશે વાત કરીશું. વનલાઈનર કરંટ અફેર્સ પર્શ્નો અને ડિટેલ્સ કરંટ અફેર્સ પ્રશ્નો વિશે વાત કરશું, તો ચાલો મિત્રો શરુ કરીએ…
1) તાજેતરમાં ગુજરાતમાં ક્યા મંદિર ખાતે બે દિવસીય ઉતરાર્ધ મહોત્સવ શરૂ થયો છે?
– મોઢેરા સૂર્યમંદિર
-> તાજેતરમાં વિશ્વવિખ્યાત મોઢેરા સૂર્યમંદિર ખાતે 21–22 જાન્યુઆરી દરમિયાન બે દિવસીય ઉતરાર્ધ મહોત્સવ શરૂ થયો છે.
-> આ મહોત્સવમાં ખ્યાતનામ કલાકારો દ્વારા નૃત્ય સહિતના કલાઓ રજૂ કરી દર્શકોને મંત્રમુગ્ધ કરાશે.
-> આ મહોત્સવમાં 22 જાન્યુઆરીએ
અમદાવાદના રૂચા ભટ્ટ દ્વારા ભરત નાટ્યમ,બિના મહેતા દ્વારા કુચીપુડી, અને સુપ્રવા મિશ્રા દ્વારા ઓડીસી, અભિતા પટેલ દ્વારા ગાયન જ્યારે વડોદરાના જીગ્નીષા વૈધ દ્વારા કથ્થક, અને ઉત્તરપ્રદેશના દેવીકા દેવેન્દ્ર દ્વારા કથ્થક અને કલકત્તાના સોમભા બન્ડોપાધ્યાય દ્વારા મણીપુરી રજૂ કરાશે.
-> જ્યારે 22 જાન્યુઆરીએ આંધપ્રદેશના ર્ડા. કે શ્રીવલ્લી દ્વારા કથ્થકલી, અમદાવાદના રાધિકા મારફતીયા દ્વારા કથ્થક, આંધપ્રદેશના ર્ડા. જીપદમજી રેડ્ડી દ્વારા કુચિપુડી, દિલ્હીના જયાપ્રાભામેનન દ્વારા મોહિની અટ્ટમ અને આસામના કુમારી.
-> ડિમ્પી બસૈયા દ્વારા સતરીયા નૃત્ય, અમદાવાદાના ગુરૂ સ્મિતા શાસ્ત્રી-શિષ્ય પ્રસીતા સુરાના દ્વારા કુચીપુડી તેમજ અમદાવાદના રાજલ બારોટ દ્વારા ગાયન રજૂ થનાર છે.
2) તાજેતરમાં ક્યા શહેરમાં ‘ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવ’ નો પ્રારંભ થયો છે?
– ભોપાલ
-> તાજેતરમાં મધ્યપ્રદેશના ભોપાલ ખાતે 2] જાન્યુઆરીથી ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવનો પ્રારંભ થયો છે.
-> આ વિજ્ઞાન ઉત્સવ 24મી જાન્યુઆરી સુધી ચાલશે.
-> ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડો.જિતેન્દ્ર સિંહ ઉપસ્થિત રહયા હતા.
-> ભોપાલમાં પ્રથમવાર યોજાઈ રહેલા આ વિજ્ઞાન ઉત્સવમાં દેશના વિવિધ પ્રદેશના 8,000 થી વધુ પ્રતિનિધિઓ તેમજ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો, સંશોધકો, યુનિવર્સિટીઓ, કોલેજો અને શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉદ્યોગ નિષ્ણાતો મહોત્સવમાં ભાગ લઇ રહયાં છે.
-> આ મહોત્સવની વિષય વસ્તુ છે – ‘વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા સાથે અમૃતકાલ તરફ આગળ વધવું’.
૩) તાજેતરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ નેશનલ હેલ્થ ઓથોરિટી માં ડિરેક્ટર તરીકે કોની નિમણુંક માટે પસંદગી કરવામાં આવી છે?
– પ્રવીણ શર્મા
-> પ્રવીણ શર્માની આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ નેશનલ હેલ્થ ઓથોરિટી (આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન) માં ડિરેક્ટર તરીકે નિમણૂક માટે પસંદગી કરવામાં આવી છે.
-> શર્મા 2005 બેચના ઈન્ડિયન ડિફેન્સ સર્વિસ ઑફ એન્જિનિયર્સ (IDSE) અધિકારી છે.
-> શર્માને સેન્ટ્રલ સ્ટાફિંગ સ્કીમ હેઠળ પોસ્ટનો ચાર્જ સંભાળ્યાની તારીખથી અથવા આગળના આદેશો સુધી પાંચ વર્ષના સમયગાળા માટે નિમણૂક કરવામાં આવી છે.
-> નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) એ “આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના” તરીકે ઓળખાતી ભારતની મુખ્ય જાહેર આરોગ્ય વીમા/ ખાતરી યોજનાના અમલીકરણ માટે જવાબદાર સર્વોચ્ચ સંસ્થા છે અને તેને વ્યૂહરચના ડિઝાઇન કરવાની, તકનીકી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવાની અને “રાષ્ટ્રીય” ના અમલીકરણની ભૂમિકા સોંપવામાં આવી છે.
4) તાજેતરમાં સમાચારમાં રહેલ‘જેસિન્ડા અર્ડર્ન’ ક્યા દેશના વડા પ્રધાન હતા?
– ન્યૂઝીલેન્ડ
-> ન્યુઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ન આવતા મહિને રાજીનામું આપશે.
-> તેઓ 14મી ઓક્ટોબરે યોજાનારી સામાન્ય ચૂંટણી લડશે નહીં.વડા પ્રધાને પત્રકારોને જણાવ્યું હતું કે 7મી ફેબ્રુઆરી તેમના કાર્યકાળનો છેલ્લો દિવસ હશે.
-> શ્રીમતી જેસિન્ડા આર્ડને 37 વર્ષની વયે 2017 માં વડા પ્રધાન તરીકે ચૂંટાયા ત્યારે વિશ્વની સૌથી યુવા મહિલા સરકાર વડા બની હતી.
-> નવા નેતા માટે સત્તાધારી ન્યુઝીલેન્ડ લેબર પાર્ટીનું મતદાન રવિવારે થશે, પાર્ટીના નેતા આગામી સામાન્ય ચૂંટણી સુધી વડાપ્રધાન રહેશે.
-> ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ COVID-19 પ્રતિસાદ પ્રધાન, ક્રિસ હિપકિન્સ જેસિન્ડા આર્ડર્નનું સ્થાન વડા પ્રધાન તરીકે લેશે.
5) તાજેતરમાં સમાચારમાં રહેલ ICC અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપનું આયોજન ક્યા કરવામાં આવ્યું છે?
– દ. આફ્રિકા
-> મહિલા U]9 T20 વર્લ્ડ કપ 2023 ની પ્રથમ આવૃત્તિ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા શરૂ કરવામાં આવી છે અને તે 14મી જાન્યુઆરીથી 29મી જાન્યુઆરી 2023 સુધી સુનિશ્ચિત થયેલ છે.
-> મહિલા U]9 T20 વર્લ્ડ કપ 2023 દક્ષિણ આફ્રિકામાં યોજાશે, 16 ટીમો વચ્ચે 4] મેચ રમાશે.
-> દરરોજ ચાર મેચો રમાશે. સુપર સિક્સ રાઉન્ડ 20મી જાન્યુઆરી 2023ના રોજ શરૂ થશે જેમાં 27મી જાન્યુઆરીના રોજ સેમિ– ફાઇનલ અને 29મી જાન્યુઆરી 2023ના રોજ પોચેફસ્ટમના જેબી માકર્સ ઓવલ ખાતે ફાઇનલ યોજાશે.
6) તાજેતરમાં સતત ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશને કારણે ક્યા દેશના રાષ્ટ્રપતિ એ રાજીનામુ આપવાની જાહેરાત કરી છે?
– વિયેતનામના
-> સતત ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશને કારણે વિયેતનામના રાષ્ટ્રપતિ ન્ગ્યુએન ઝુઆન કુકે રાજીનામું આપવાની જાહેરાત કરી છે.
-> ભૂતપૂર્વ વડા પ્રધાન કુક 2021 થી દેશના રાષ્ટ્રપતિ છે.
-> એપ્રિલ 2021 ની વચ્ચે, જ્યારે તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા, અને 2016 વિયેતનામના વડા પ્રધાન હતા.
-> વિયેતનામમાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનને કારણે કેટલાય મંત્રીઓને બરતરફ કરવામાં આવ્યા છે.
-> રાષ્ટ્રપતિ કુકના બે નાયબ વડા પ્રધાનોએ અગાઉ રાજીનામું આપ્યું હતું.
->ભૂતપૂર્વ વડા પ્રધાન કુક 2021 થી દેશના રાષ્ટ્રપતિ છે.
7) તાજેતરમાં ‘આંતરરાષ્ટ્રીય પ્રવાસન વેપાર મેળા'(FITUR) નું આયોજન ક્યા કરવામાં આવ્યું?
– મેડ્રિડ(સ્પેન)
-> ભારત 18 થી 22 જાન્યુઆરી દરમિયાન મેડ્રિડમાં ‘આંતરરાષ્ટ્રીય પ્રવાસન વેપાર મેળા’ (FITUR) માં ભાગ લઈ રહ્યું છે.
-> ઇન્ટરનેશનલ ટ્રાવેલ ટ્રેડ ફેર એ વિશ્વના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય પ્રવાસ પ્રદર્શનોમાંનું એક છે.
-> “આંતરરાષ્ટ્રીય પ્રવાસન વેપાર મેળો’ એ પ્રવાસન વ્યવસાયિકો માટે વૈશ્વિક મીટિંગ સ્થળ છે અને લેટિન અમેરિકામાં આંતરિક અને બાહ્ય બજારો માટેનો મુખ્ય વેપાર મેળો છે.
->‘આંતરરાષ્ટ્રીય પ્રવાસન વેપાર મેળો’ વિશ્વનો બીજો સૌથી મહત્વપૂર્ણ પ્રવાસન મેળો છે.
-> લગભગ 10,000 રાષ્ટ્રીય અનેઆંતરરાષ્ટ્રીય કંપનીઓ દરેક આવૃત્તિમાં ભાગ લે છે અને 50,000 થી વધુ મુલાકાતીઓ ઇવેન્ટના જુદા જુદા દિવસોમાં મુલાકાત લે છે
-> આ વર્ષે આયોજકોએ કુલ 8,360 પ્રદર્શિત કંપનીઓની જાહેરાત કરી છે, જેમાં પ્રવાસન ક્ષેત્ર અથવા સંબંધિત કંપનીઓના 82,000 વ્યાવસાયિકોની અને સામાન્ય જનતાના 30,000 જેટલા સભ્યોની અંદાજિત હાજરી છે.
8) પ્રજાસતાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ક્યા દેશના રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેશે?
– ઇજિપ્તના રાષ્ટ્રપતિ
-> ઇજીપ્તના રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને ઇજીપ્તની લશ્કરી ટુકડી ઉજવણીમાં ભાગ લેશે.
-> ઇજીપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ ફતા અલ સીસીની ભારત મુલાકાત સમયે ભારત ઇજીપ્ત વચ્ચે કૃષિથી લઇ ડીજીટલ સહિત વિવિધ ક્ષેત્રના કેટલાક – સમજુતી કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે
->શ્રીપુન અલ સીસી આગામી ૨૫ તારીખે નવી દિલ્હી પહોંચશે અને રપ તારીખે પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક કરશે. તેઓ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ઘનખરની મુલાકાત લેશે તથા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ધ્વારા આયોજીત ભોજન સમારંભમાં હાજરી આપશે.
-> આ મુલાકાત દરમિયાન ભારત ઇજીપ્ત વચ્ચેના રાજદ્વારી સંબંધોના ૭૫ વર્ષ પુર્ણ થયાની સ્મૃતિમાં ટપાલ ટીકીટ પણ બહાર પડાશે.
9) બ્રાન્ડ મૅસ્ટરશીપ ઈન્ડેક્સ 2023 માં ક્યા ઉદ્યોગપતિએ ટોચનું સ્થાન મેળવ્યું છે?
->મુકેશ અંબાણી
10) કોલંબિયા યુનિવર્સિટીના 268 વર્ષના ઇતિહાસમાં પ્રથમ મહિલા પ્રમુખ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે?
– નેમત શફીક
11) રાજસ્થાનના જેસલમેરમાં ભારત અને ક્યા દેશની સેના વચ્ચે સૌપ્રથમ સંયુક્ત કવાયત ‘સાયક્લોન−1’ હાથ ધરવામાં આવી છે?
—ઇજિપ્ત
12) ક્યા દેશના Google એ તાજેતરમાં UPI ચૂકવણીઓ માટે Google Pay &SoundPodj પરીક્ષણ કર્યું છે?
— ભારત
13) ભારતનું પ્રથમ 3x પ્લેટફોર્મ વિન્ડ ટર્બાઇન જનરેટર(WTG) ક્યા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું છે?
– કર્ણાટક
14) ક્યા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસે ‘સાયબર કોંગ્રેસ પહેલ’ શરૂ કરી છે?
– તેલંગાણા
15) તાજેતરમાં કોના દ્વારા નેશનલ સ્ટાર્ટ એવોર્ડ્સ 2022 ના વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા?
– પિયુષ ગોયલ
16) પેંગ્વિન જાગૃતિ દિવસ ક્યા દિવસે ઉજવવામાં આવે છે?
– 20 જાન્યુઆરી