ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022-23 | Digital Gujarat Scholarship 2023 | છેલ્લી તારીખ

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022-23 : ગુજરાત સરકાર દ્વારા વર્ગ પ્રી-મેટ્રિક, પોસ્ટ-મેટ્રિકના વંચિત વિદ્યાર્થીઓ અને નબળા વર્ગના વિદ્યાર્થીઓને તેમનો ઉચ્ચ અભ્યાસ ચાલુ રાખવા માટે ગુજરાત શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ શાળા તેમજ કોલેજ સ્તર માટે આપવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય 12મા ધોરણ પછી અભ્યાસ ચાલુ રાખવા ઈચ્છુક વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવાનો છે. આ શિષ્યવૃત્તિઓ વિશે વધુ જાણવા માટે સત્તાવાર વેબસાઇટ www.digitalgujarat.gov.in ની મુલાકાત લેવાની જરૂર છે .

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023

યોજનાનું નામડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ
યોજના લાભOBC, EWS અને DNT માટે અનુસુચિત લિંગ માટે અનુસુચિત જનજાતિ માટે
અરજી કરવાની રીતઓનલાઈન
છેલ્લી તારીખ28/02/2023
સત્તાવાર વેબસાઇટhttps://www.digitalgujarat.gov.in/
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023

જે વિદ્યાર્થીઓને Post Matric Scholarship Forms ભરવાના બાકી હતા. તેવા વિદ્યાર્થીઓ Digital Gujarat Portal પર શૈક્ષણિક વર્ષ  2022-23 ફરીથી ઓનલાઈન અરજી કરી શકશે. જેમાં SC/ST/OBC જ્ઞાતિના વિદ્યાર્થીઓ તારીખ 15/02/2023  સુધી 28/02/2023 માં જ ઓનલાઈન એપ્લિકશન કરી શકશે.

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 માટે કોણ અરજી કરી શકે છે?

 • સત્તાવાર સમાચાર મુજબ, અભ્યાસક્રમોમાં સારું પ્રદર્શન કરી રહેલા વિવિધ ઉમેદવારો આ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે. ધોરણ 11 થી અનુસ્નાતક સ્તર સુધીના વિદ્યાર્થીઓ ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 માટે અરજી કરી શકે છે. તેઓએ એ પણ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે ફોર્મ છેલ્લી તારીખ પહેલા ભરવામાં આવે. સબમિટ કરેલું ફોર્મ કોઈપણ પ્રકારની ભૂલથી મુક્ત હોવું જોઈએ જો કોઈ વિસંગતતા જણાય તો તે સત્તાધિકારી દ્વારા નકારવામાં આવી શકે છે.
 • સમાજના પછાત વિભાગમાંથી આવતા તમામ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા એક પહેલ છે. ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ દ્વારા, કોઈપણ સંસ્થા હેઠળ વિવિધ પ્રકારના અભ્યાસક્રમો ચલાવતા વિદ્યાર્થીઓ આ યોજનાઓ માટે અરજી કરી શકે છે. સરકાર આ પોર્ટલ હેઠળ લગભગ 34 પ્રકારની શિષ્યવૃત્તિ ઓફર કરી રહી છે. દરેક શિષ્યવૃત્તિમાં પાત્રતાની આવશ્યકતાઓ અનુસાર માપદંડ હોય છે.

ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના 2023

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટેના દસ્તાવેજો

કેન્દ્ર અને સરકાર દ્વારા આર્થિક રીતે નબળા હોય તેવા વિદ્યાર્થીઓ ને અભ્યાસમાં મદદ કરવા માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના નો અમલ વર્ષોથી કરવામાં આવેલો છે. આ શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓ ને ઉચ્ચ અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિઆપવામાં આવે છે. રાજ્યના વિદ્યાર્થીઓ જેઓ ડીજીટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના નો લાભ લેવા માંગે છે તે ઓફિશિયલ પોર્ટલ digital gujarat.gov.in પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે.

 • ઉમેદવારો કે જેઓ આમાંની કોઈપણ યોજનામાં રસ ધરાવતા હોય અથવા લાયક હોય તેઓ જાણતા હોવા જોઈએ કે શિષ્યવૃત્તિ માટે કેટલાક દસ્તાવેજો આવશ્યક છે. આ શિષ્યવૃત્તિ માટે ઇચ્છુકો આમાંથી કોઈપણ યોજનાનો લાભ મેળવવા માટે આ તપાસી શકે છે. અમે નીચે આપેલા તમામ દસ્તાવેજોની નોંધણી કરી છે:
  • જાતિ પ્રમાણપત્ર
  • આધાર કાર્ડની નકલ
  • બેંક પાસબુકનું પ્રથમ પૃષ્ઠ
  • વર્તમાન અભ્યાસક્રમના વર્ષની ફીની રસીદ
  • અગાઉની શૈક્ષણિક માર્કશીટનું સ્વ પ્રમાણિત પ્રમાણપત્ર
  • બ્રેક એફિડેવિટ (જો બ્રેક ગેપ એક વર્ષથી વધુ હોય તો)
  • હોસ્ટેલ પ્રમાણપત્ર (માત્ર હોસ્ટેલર વિદ્યાર્થી માટે)
  • આવકનું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારી)(સરકારી કર્મચારી માટે ફોર્મ નં. 16 જરૂરી)
  • શાળા છોડવાનું પ્રમાણપત્ર
  • શાળા/કોલેજનું વર્તમાન વર્ષનું બોનાફેડ પ્રમાણપત્ર

ડિજિટલ ગુજરાત શાળા/કોલેજ ઉપલબ્ધ શિષ્યવૃત્તિ

 • BCK-78 પોસ્ટ એસએસસી શિષ્યવૃત્તિ ફોર ગર્લ્સ (SEBC)
 • બીસીકે -137 પોસ્ટ એસએસસી શિષ્યવૃત્તિ ફોર ગર્લ્સ (એનટીએનટી)
 • BCK-81 પોસ્ટ એસએસસી સ્કોલરશિપ ફોર બોયઝ (SEBC)
 • BCK-138 પોસ્ટ એસએસસી સ્કોલરશિપ ફોર બોયઝ (NTDNT)
 • મેડિકલ, એન્જિનિયરિંગ, ડિપ્લોમા વિદ્યાર્થીઓ માટે BCK-80 ઇન્સ્ટ્રુમેન્ટલ સહાય (SEBC)
 • મેડિકલ, એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે BCK-79 ફૂડ બિલ સહાય (SEBC)
 • ટેકનિકલ અને વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે BCK -83 સ્વામી વિવેકાનંદ સ્ટાઈપેન્ડ યોજના (SEBC)
 • ટેકનિકલ અને વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે BCK -83 સ્વામી વિવેકાનંદ સ્ટાઈપેન્ડ યોજના (EBC)
 • ટેકનિકલ અને વ્યાવસાયિક અભ્યાસક્રમો (લઘુમતી) માટે BCK-83 સ્વામી વિવેકાનંદ સ્ટાઈપેન્ડ યોજના
 • ટેકનિકલ અને વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે BCK -139 સ્વામી વિવેકાનંદ સ્ટાઈપેન્ડ યોજના (NTDNT)
 • એમ. ફિલ, ડી. વિદ્યાર્થીઓ માટે BCK-98 ફેલોશિપ યોજના (SEBC)
 • BCK-82 ઉચ્ચતર માધ્યમિક શિષ્યવૃત્તિ (SEBC)
 • BCK-82 ઉચ્ચતર માધ્યમિક શિષ્યવૃત્તિ (EBC)
 • BCK-82 ઉચ્ચતર માધ્યમિક શિષ્યવૃત્તિ (લઘુમતી)
 • ડૉ. આંબેડકર અને ઈન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી (SEBC) નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે BCK-81C શિષ્યવૃત્તિ
 • BCK -325 NTDNT વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાય જે સેલ્ફ ફાયનાન્સ્ડ કોલેજ (NTDNT) માં અભ્યાસ કરે છે.
 • કોલેજ સંલગ્ન હોસ્ટેલમાં VKY-157 ફૂડ બિલ સહાય
 • મેડિકલ, એન્જિનિયરિંગ, ડિપ્લોમા અભ્યાસક્રમોના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે VKY 164 ઇન્સ્ટ્રુમેન્ટલ સહાય
 • VKY 158 સ્વામી વિવેકાનંદ ડિપ્લોમા ટેકનિકલ વ્યાવસાયિક અને ઔદ્યોગિક અભ્યાસક્રમો માટે યોજના ધરાવે છે
 • ST કન્યાઓ માટે VKY 156 પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ 2.50 લાખથી વધુ વાર્ષિક કૌટુંબિક આવક ધરાવતા વિદ્યાર્થીઓ
 • ST વિદ્યાર્થીઓના શિક્ષણ માટેની છત્ર યોજના પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ
 • ST વિદ્યાર્થીઓના શિક્ષણ માટેની છત્ર યોજના પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ
 • (BCK-12) અનુ.જાતિના વિદ્યાર્થીઓને સાધન સહાય (મેડિકલ, એન્જિનિયરિંગ, ડિપ્લોમા વિદ્યાર્થીઓ માટે જ)
 • (BCK-10) SC વિદ્યાર્થીઓને ફૂડ બિલ સહાય
 • (BCK-5) માત્ર SC કન્યા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (વાર્ષિક કૌટુંબિક આવક 2.50 લાખ કરતાં વધુ હોય) (રાજ્ય સરકારની યોજના)
 • (BCK-6.1) SC વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (ભારત સરકારની યોજના). માત્ર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ જ અરજી કરી શકે છે જેમના માતા-પિતા/વાલીઓની આવક 2.50 લાખથી ઓછી છે
 • (BCK-11) SC વિદ્યાર્થીઓ માટે M.Phil, D. માટે ફેલોશિપ યોજના
 • (BCK-13) ITI/વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે SC વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ/સ્ટાઇપેન્ડ
 • OBC વિદ્યાર્થીઓ માટે ભારત સરકારની BCK-81A પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ
 • (BCK-6.1) SC વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ (ભારત સરકારની યોજના) (ફક્ત ફ્રી શિપ કાર્ડ વિદ્યાર્થી)

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022-23 ની મહત્વપુર્ણ તારીખ

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ ફોર્મ શરૂ ની તારીખ – 15-09-2022

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ digital gujarat scholarship 2022-23 last date – 28/02/2023

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ | Digital Gujarat Scholarship 2022-23

સૌપ્રથમ તમારે Digital Gujarat ની વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાં તમને ઉપર જમણી બાજુ Login અને Register નામના બટન જોવા મળશે.

વેબસાઈટ : https://www.digitalgujarat.gov.in/

જો તમે ડિજિટલ ગુજરાતમાં પહેલેથી જ શિષ્યવૃત્તિ મેળવેલી છે કે પછી આઈડી બનાવેલું છે તો તમે લોગીન આઈડી થી લોગીન કરી શકો છો.

જો તમે ડિજિટલ ગુજરાતમાં પહેલી વખત જ ફોર્મ ભરો છો તો તમારે પહેલા રજીસ્ટ્રેશન કરવું પડશે. ત્યારબાદ તમે ફોર્મ ભરી શકશો.

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022-23 માટે રજીસ્ટ્રેશન અને લોગીન બંને પ્રોસેસ નીચે મુજબ સમજાવેલ છે.

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું – Digital Gujarat Scholarship 2023 Registration 

STEP 1: ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022-23 માટે રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમારે Digital Gujarat ની વેબસાઇટ પર જવાનું રહેશે

વેબસાઈટ : https://www.digitalgujarat.gov.in/

STEP 2: ત્યાં તમને એક બ્લુ કલરનું બટન જોવા મળશે જેમાં લખેલું હશે New Registration (Citizen) તેના પર ક્લિક કરવાનું રહેશે.

STEP 3: ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી નાખી ને પાસવર્ડ બનાવવાનો રહેશે અને ત્યારબાદ કેપ્ચા કોડ ભરીને તમારે Save બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

STEP 4: ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારા મોબાઇલ ઉપર એક ઓટીપી આવશે તે તમારે ત્યાં દાખલ કરવાનો રહેશે અને Confirm ઉપર ક્લિક કરવાનું રહેશે.

ત્યારબાદ તમારે તમારું હવે આઈડી બની ગયું છે તો તમે આઈડી પાછળ દ્વારા આવેલ લોગીન કરી શકો છો.

STEP 5: રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે એક વખત તમારી પ્રોફાઇલમાં બધી વિગતો ભરવાની રહેશે. એમાં તમારું નામ મોબાઈલ નંબર સરનામું બધી વિગતો ભરવાની રહેશે.

હવે લોગીન કર્યા બાદ ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ202-23 માટે ફોર્મ કેવી રીતે ભરવું તે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ નીચે મુજબ છે.

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 માટે ફોર્મ કેવી રીતે ભરવું

STEP 1: ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 202-23 ફોર્મ ભરવા માટે તમારે સૌ પ્રથમ લોગીન કરવું પડશે.

STEP 2: લોગીન કર્યા બાદ તમારી સામે એક પેજ ઓપન થશે જેમાં ઉપરની બાજુ Services નામનું ઓપ્શન તમને જોવા મળશે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે.

STEP 3: Services ઉપર ક્લિક કર્યા બાદ Scholarship Services ઉપર ક્લિક કરવાનું રહેશે.

જો તમે પહેલી વખત જ શિષ્યવૃત્તિ ફોર્મ માટે અરજી કરો છો તો તમારે Request A New Service નામના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું રહેશે.

પહેલી વાર હોઈ તો તમારે તમારું ચાલુ વર્ષ સિલેક્ટ કરવાનું રહેશે.

અને જો આની પહેલા તમે જો સ્કોલરશીપ માટે ફોર્મ ભર્યું છે તો તમારે ત્યાં લિસ્ટ બતાવશે તમે જેટલી વખત પણ ફોર્મ ભર્યું હોય તેનું અને તમારે રીન્યુ કરવાનું હોય તો ત્યાં તમારે Renew બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

અહીંયા તમને અલગ અલગ કેટેગરી માટેના ફોર્મ જોવા મળશે તમને ઉપર દેખાતું હશે પહેલા છે SC માટે ST માટે SEBC કેટેગરી માટે વગેરે. તમે જે કેટેગરીમાં આવતા હોય તે કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે.

Pre-Matric એટલે જે ધો 10 નીચે અભ્યાસ કરે છે. તેને પ્રિ મેટ્રિક સિલેક્ટ કરવાનું રહેશે.

Post-Matric એટલે જે લોકો ધો 10 માં ઉપર અભ્યાસ છે તે લોકો પોસ્ટ મેટ્રિક કેટેગરીમાં સિલેક્ટ કરશે.

તે સિલેક્ટ કર્યા બાદ તમારે Continue to Services ઉપર ક્લિક કરવાનું રહેશે.

STEP 4: તમારી સામે Registration Details નું પેજ ઓપન થશે જેમાં તમારે તમારું નામ મોબાઈલ નંબર સરનામું બધી વિગતો ભરવાની રહેશે.

અને ત્યાં તમારો આધાર નંબર વેરીફાઇ પણ કરવાનો રહેશે.

તમારો આધાર કાર્ડ નંબર નાખીને Verify Aadhar ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે UIDAI એના સર્વર પરથી તમારી આધાર કાર્ડ ની ડિટેલ વેરીફાઈ થઈ જશે અને ત્યાં Aadhar Status માં Yes લખેલું આવી જશે.

ત્યાં એક તમને ઓપ્શન જોવા મળશે Day Scholar / Hosteler નું જો તમે હોસ્ટેલમાં રહેતા હોય તો તમારે Hosteler સિલેક્ટ કરવાનું રહેશે અને તમારી હોસ્ટેલ પાસેથી એક ફોર્મ મેળવવાનું રહેશે જે તમારે ત્યાં અપલોડ કરવાનું રહેશે.

હવે તમારે Save And Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

STEP 5: ત્યારબાદ તમારી સામે Bank Details નામનું નું પેજ ઓપન થશે ત્યાં તમારી બેન્ક ડીટેલ પણ ભરવાની રહેશે.

જેમાં પહેલા તમારે આધાર નંબર નાખવા પડશે અને ચેક કરવું પડશે કે તમારા આધાર નંબર અને બેન્ક એકાઉન્ટ NPCI Server માં લિંક છે કે નહીં. તેના માટે Check Status Bank And Aadhar Linking પર ક્લિક કરો.પછી તમારે તમારા બેન્ક એકાઉન્ટ નંબર IFSC કોડ વગેરે ની માહિતી ભરવી પડશે.

એ બધી ડિટેલ્સ ભરાઈ ગયા પછી, હવે તમારે Save And Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

STEP 6: હવે તમારી સામે Academic Details નામનું પેજ ઓપન થશે જેમાં તમારે તમારી બધી જ અભ્યાસક્રમની વિગતો ભરવાની રહેશે.

ત્યાં સૌપ્રથમ એડમિશન ટાઈપ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. તમને જે લાગુ પડતું હોય તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે.

પછી તમારે ત્યાં આ વર્ષની અભ્યાસક્રમ ચાલુ થયા ની તારીખ અને આ અભ્યાસક્રમ આ વર્ષનો પૂરો થયાની તારીખ લખવાની રહેશે. 

જો તમને ખબર ના હોય તો તમે તમારા સ્કૂલ કે કોલેજમાં તે પૂછી શકો છો.

ત્યારબાદ નીચે તમારે તમારા 10 ધોરણ થી લઈને બધા અભ્યાસ સુધીની વિગતો ભરવાની રહેશે.

ત્યારબાદ તમારે નીચે એડમિશન ફી Misc Fee, ટ્યુશન ફી, એક્ઝામ ફી પણ ભરવાની રહેશે. જો તમને ખબર ના હોય તો તમે તમારા સ્કૂલ કે કોલેજમાં તે પૂછી શકો છો.

એ બધી ડિટેલ્સ ભરાઈ ગયા પછી, હવે તમારે Save And Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

STEP 7: ત્યારબાદ તમારી સામે Disability Details નામનું પેજ જોવા મળશે જો તમે કોઈપણ પ્રકાર ની અપંગતતા ધરાવતા હોય તો તમારે એની માહિતી અહીંયા ભરવાની રહેશે.

હવે તમારે Save And Next બટન ઉપર ક્લિક કરવાનું રહેશે.

STEP 8: ત્યારબાદ તમારી સામે Attachment નામનું એક પેજ જોવા મળશે જેમાં તમારે તમારા બધા જ જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે.

તમારા બધા જ ડોક્યુમેન્ટ 1000 KB ની અંદર હોવા જોઈએ અને ઉપર દર્શાવેલ પ્રમાણે એ ફોર્મેટમાં તમારે બધા images હોવા જોઈએ.

ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે સૌપ્રથમ તમારે તેની સાઈઝની અંદરના ડોક્યુમેન્ટ બનાવવા પડશે.

ડોક્યુમેન્ટની સાઈઝ ઓછી કરવા માટે તમે આ આર્ટીકલ વાંચી શકો છો. 

જે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગો છો તેના ચેકબોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે અને ડોક્યુમેન્ટ નંબર તમારે ત્યાં દાખલ કરવાના રહેશે અને Browse બટન ઉપર ક્લિક કરી ડોક્યુમેન્ટ તમારા કોમ્પ્યુટર કે મોબાઇલમાંથી સિલેક્ટ કરી શકો છો. 

ત્યારબાદ Upload ઉપર ક્લિક કરવાનું રહેશે.

STEP 9: બધા જ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારે તમારું Save Draft ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમને તમારે ફોર્મ નું  Preview જોવા મળશે કે તમારૂ ફોર્મ કેવી રીતે દેખાય છે. Preview જોવા માટે Print પર ક્લિક કરો.

જો તમારા ફોર્મમાં કાંઈ ભૂલ હોય તો તમે હજી સુધારી શકો છો અને એક વખત કન્ફર્મ કર્યા બાદ તમે તે ફોર્મ સુધારી શકતા નથી એટલે એક વખત જરૂરથી ચકાસી લેવું.

STEP 10: જો તમે તમારું ફોર્મ જોઈ લીધું છે તો તમે હવે ઉપર આપેલ ચેકબોકસ પર ક્લિક કરી Verify Mobile Number ઉપર ક્લિક કરો.

ત્યારબાદ તમારા રજીસ્ટર મોબાઇલ નંબર ઉપર એક ઓટીપી આવશે જે તમારે ત્યાં દાખલ કરવાનો રહેશે.

STEP 11: ઓટીપી કન્ફર્મ કર્યા બાદ તમારે Confirm And Final Submit ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 202-23 ફોર્મ સબમીટ થઈ જશે.

હવે તમે તમારા ફોર્મની પ્રિન્ટ કઢાવી શકો છો અને તમારા સ્કૂલ કે કોલેજ માં આપવાની રહેશે…

FAQ’s – Digital Gujarat Scholarship

1. ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ ની છેલ્લી તારીખ શું છે?

જવાબ:- ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિની છેલ્લી તારીખ 28/02/2023 છે

2. ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ ની સત્તાવાર વેબસાઇટ શું છે

જવાબ:- ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ ની સત્તાવાર વેબસાઇટ https://www.digitalgujarat.gov.in/ છે

3. ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ હેલ્પલાઇન નંબર શું છે ?

જવાબ:- પોર્ટલ સંબંધિત કોઈપણ પ્રશ્ન/સમસ્યા માટે નાગરિક ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી શકે છે. 18002335500.

4. ડીજીટલ ગુજરાત પોર્ટલ પરથી મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના નો લાભ લેવા માટેની પાત્રતા કઈ છે?

જવાબ:- અરજી કરનાર વિદ્યાર્થીએ આર્થિક પછાત જાતિનો હોવો જોઈએ.

5. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર વર્ષ 2022-23 માટે ઓનલાઈન એપ્લિકેશન ચાલુ થઈ તે કઈ તારીખ સુધી ઓનલાઈન ભરી શકાશે?

જવાબ:-  વર્ષ 2022-23 માટે સ્કોલરશીપ માટે ઓનલાઈન એપ્લિકેશન ચાલુ થઈ તે 15/02/2023 to 28/02/2023 સુધી ચાલુ રહેશે.

Also Read:

1 thought on “ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022-23 | Digital Gujarat Scholarship 2023 | છેલ્લી તારીખ”

Leave a Comment