મિત્રો GPSSB એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે જુનિયર કલાર્ક ની પરીક્ષા લેવામાં આવનાર છે તો તેના એડમિટ કાર્ડ અને પરીક્ષા ની તારીખ જાહેર કરી દેવામાં આવેલ છે તો મિત્રો આજે આપણે તેના વિશે આજે આ આર્ટીકલ માં વાત કરીશું,
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB)
તો મિત્રો આજે નોટિસ છે તે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવેલ છે. તો જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા ના કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની જાહેરાત
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જાહેરાત ક્રમાક 12/2021-22 જુનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 09-એપ્રિલ-2023 ના રોજ ના રોજ યોજવામાં આવનાર છે. તો ઉમેદવારે પોતાના જે કોલલેટર છે તે Ojas Gujarat ની વેબસાઇટ પર જઈ ને ડાઉનલોડ કરવાના રહેશે. અહી https://ojas.gujarat.gov.in/ ની વેબસાઇટ આપેલી છે. આ વેબસાઇટ પર જઈ તમારે તમારા કોલ લેટર ડાઉનલોડ કરી લેવાના રહેશે.
જુનિયર ક્લાર્ક પરીક્ષા માટે કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ
પરીક્ષાની તારીખ | પરીક્ષાનો સમય | કોલ લેટર ડાઉનલોડ કરવાનો સમય ગાળો |
તા:- 09/04/2023 (રવિવાર) | 12-30 કલાક થી 13-30 કલાક સુધી | તા:- 31/03/2023 બપોરે 13-00 કલાકે થી તા:- 09/04/2023 12-30 કલાક સુધી |