સુરેન્દ્રનગર જિલ્લા દ્વારા GRD – ગ્રામ રક્ષક દળની ભરતી….
- પોસ્ટ : GRD (ગ્રામ રક્ષક દળ)
- વયમર્યાદા : 20 થી 50 વર્ષ
- ફોર્મ પ્રોસેસ : ઓફલાઇન
- અરજી માટે તા. : 17/01/2024 થી 24/01/2024 18:00 કલાક સુધીમાં…09:36 AM
ગ્રામ રક્ષક દળના માનદ સભ્યોની ભરતી અંગેની જાહેરાત
સુરેન્દ્રનગર જિલ્લાના પો.સ્ટે. ખાતે ગ્રામ રક્ષક દળમાં માનદ સભ્યોની ખાલી જગ્યા ભરવા ગ્રામ્ય કક્ષાએ રહેતા હોય અને ૩ (ત્રણ) ધોરણ પાસથી વધારે અભ્યાસ કરેલ હોય, અને ઉંમ૨ ૨૦થી ૫૦ વર્ષ હોય તેવા લાયકાત ધરાવતાં ઉમેદવારોએ વઢવાણ, જોરાવરનગર, સાયલા પો.સ્ટેના ગ્રામ્ય વિસ્તારના (ફક્ત મહિલા ઉમેદવારો), પાટડી, બજાણા પો.સ્ટેના ગ્રામ્ય વિસ્તારના (ફક્ત પુરુષ ઉમેદવારો) મુળી, લીંબડી, ચોટીલા, લખતર, ધ્રાંગધ્રા તાલુકા પો.સ્ટે. ગ્રામ્ય વિસ્તારના (પુરુષ તથા મહિલા ઉમેદવારો)એ તા. ૧૭- ૦૧-૨૪ થી તા. ૨૪-૦૧-૨૪ સુધીમાં આ લગત નિયત અરજી ફોર્મ જે તે પો.સ્ટે ખાતેથી મેળવી, તમામ વિગત ભરી ડોક્યુમેન્ટ સાથે સબંધિત પોલીસ | સ્ટેશન ખાતે તા. ૨૪-૦૧-૨૦૨૪ નારોજ કલાક- ૧૮.૦૦ સુધીમાં જમા કરવાના રહેશે.
- જી.આર.ડી. ભરતી માટે ગ્રાઉન્ડ ટેસ્ટના માપદંડો નીચે મુજબ રહેશે.
અ.નં. | વિગત | પુરુષ | મહિલા |
1 | ઉંચાઈ | ૧૬૫ સે.મી. | ૧૫૦ સે.મી. |
2 | વજન | ૫૦ કિ.ગ્રા | ૪૫ કિ.ગ્રા |
3 | છાતી | ૭૯ સે.મી સામાન્ય (ફૂલાવવી-૦૫ સે.મી) (ફુલાવ્યા સાથે ૮૪ સે.મી.) | – |
4 | દોડ | ૧૦૦ મીટર (૧૫ સેકેન્ડ) | – |
5 | દોડ | ૧૬૦૦ મીટર (૯ મીનીટ) | ૪૦૦ મીટર (૪ મીનીટ) |