જુનિયર ક્લાર્ક મોડલ પેપર 02 | GPSSB Junior Clerk Model Paper 2023

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

નમસ્કાર મિત્રો સ્વગાત છે તમારું આમરી વેબસાઇટ માં , તો મિત્રો આજની આ પોસ્ટ વાત કરીશું કે 29 જાન્યુઆરી 2023 ના રોજ જુનિયર ક્લાર્ક ની પરીક્ષા પંચાયત વિભાગ દ્વારા લેવામાં આવે એમ છે તો તેના મોડેલ પેપર 02 વિશે આપણે આજે ચર્ચા કરીશું… જુનિયર ક્લાર્ક મોડલ પેપર 2023 વિશે ની તમામ પ્રકાર ની માહિતી વિશે ચર્ચા કરીયે તેના પેહેલા જો આ પોસ્ટ ગમે તો આ પોસ્ટ ને શેર,કોમેન્ટ કરી દેજો, અને રોજ આવી અવ-નવી માહિતી માટે અમારા whatsaap ગ્રુપ માં જોડવવા વિનંતી, તો ચાલો મિત્રો આ પોસ્ટ ની શરૂઆત કારીએ…

Junior Clerk IMP Questions-GPSSB જુનિયર ક્લાર્ક મોડલ પેપર 02
Junior Clerk IMP Questions-GPSSB જુનિયર ક્લાર્ક મોડલ પેપર 02

Questions-02

આ પણ વાંચો :- જુનિયર ક્લાર્ક મોડલ પેપર 01

1. ગુજરાત માં ખોદકામ દ્વારા મળી આવેલી વિશ્વની પૂર્વકાલીન જળસંક્ષણ વ્યવસ્થા ક્યાંથી મળી આવેલી છે?

જવાબ:- ધોળાવીરા

2. કોની ગણના સૌપ્રથમ પરદેશ જનાર સાહિત્ય માં થાય છે?

જવાબ:- મહિપતરામ નીલકંઠ

3. ગુજરાત માં સૌપ્રથમ આગબોટ ક્યારે શરૂ થઈ?

જવાબ:- 1855 માં

4. આણંદ માં 1857ના વિપ્લવની આગેવાની કોણે લીધી હતી?

જવાબ:- ગરબડદાસ મુખી

5. રતુભાઇ અદાણી ના નેતૃત્વમાં આરઝી હકૂમતની સેનાએ જુનાગઢ નુ કયું ગામ કબજે કર્યું હતું?

જવાબ:- અમરાપર

6. ક્યાં કાળ દરમિયાન માનવ અગ્નિનો ઉપયોગ કરતાં શીખ્યો?

જવાબ:- પુરાપાષાણ કાળ

7. ઘઉં અને કપાસ નાં સૌપ્રથમ પુરાવા ક્યાં પ્રાપ્ત થયેલ છે?

જવાબ:- મેહરગઢ( પાકિસ્તાન )

8. ક્યા વેદ માટે કોઈ આરણ્યક ગ્રંથ નથી?

જવાબ:- અથર્વવેદ

9. બિંદુસારે અવંતિ રાષ્ટ્રનાં રાજ્યપાલ તરીકે કોની નિમણુક કરી હતી?

જવાબ:- સમ્રાટ અશોક

10. પંચતંત્રની રચના કોના દ્વારા કરવામાં આવી છે?

જવાબ:- વિષ્ણુ શર્મા

11. કયા યુદ્ધના પરિણામે વિજયનગર સામ્રાજ્ય નો અંત થયો હતો?

જવાબ:- તાલિકોટા યુદ્ધ/ રાક્ષસી તંગડીનુ યુદ્ધ

12. ‘સાહિત્ય લહરી’ ની રચના કયા સંત દ્વારા કરવામાં આવી હતી?

જવાબ:- સુરદાસ

13. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી દ્વારા કઈ પત્રીકા પ્રકાશિત કરવામાં આવી હતી?

જવાબ:- ઇન્ડિયન ઓપિનિયન

14. સ્વરાજ પાર્ટી ના મહાસચિવ કોને બનાવવામાં આવ્યા હતા?

જવાબ:- મોતીલાલ નહેરુ

15. ગુજરાત માં સૌપ્રથમ આવનારી પ્રજા કઈ હતી?

જવાબ:- નિષાદ

16. કનેર નામનો પ્રદેશ હાલ કયા જીલ્લામાં આવેલો છે?

16. કનેર નામનો પ્રદેશ હાલ કયા જીલ્લામાં આવેલો છે? જવાબ:- અમદાવાદમાં

17. વાસુકિ નાગનો મેળો કયાં ભરાય છે?

જવાબ:- થાન

18. મહાકવિ કાલિદાસે પોતાના કયા ગ્રંથમાં ‘ઉત્સવ પ્રિયા: ખલ જના’ કહ્યું છે?

જવાબ:- અભિજ્ઞાન શાકુંતલમ

19. સુદરો એ કેવું લોકવાઘ છે?

જવાબ:- તંતુવાઘ

20. કયા નુત્યમા ગીત હોતા નથી ફક્ત ઢોલના તાલે નુત્ય કરાય છે?

જવાબ:- હીંચ નુત્ય

21. કઈ ચિત્રકલા રાઠવા કોમ સાથે સંકળાયેલી છે?

જવાબ:- પિઠોરા

22. “ભારેલો અગ્નિ” નવલકથાનું કાલ્પનિક પ્રખ્યાત પાત્રનું નામ શું છે?

જવાબ:- રુદ્રદત્ત

23. ક્યા સાહિત્યકારે “ગાંધીજીના સ્મરણો” પુસ્તક લખ્યું છે?

જવાબ:- સ્વામી આનંદ

24. રણજિતરામ સુવર્ણચંદ્ર કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે?

જવાબ:- ગુજરાતી સાહિત્ય સભા

25. ધૂમકેતુ એ ટૂંકીવાર્તા ને‌ કયુ નામ આપ્યું?

જવાબ:- તણખો

26. ઝવેરચંદ મેઘાણી નું પ્રથમ પ્રકાશિત પુસ્તક કયું હતું?

જવાબ:- કુરબાની કથાઓ

27. સૌરાષ્ટ્ર ને કયા વર્ષ બાદ મુંબઇ રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યું હતું?

જવાબ:- 1956 માં

28. ” વડોદરા, આણંદ, પંચમહાલ, અરવલ્લી, દાહોદ, મહીસાગર” આપેલા જીલ્લા માંથી કયા જીલ્લાનો સમાવેશ મધ્ય ગુજરાત માં થયો નથી?

જવાબ:- અરવલ્લી

29. માઝમ નદી પર માઝમ બંધ કયા તાલુકામાં આવેલો છે?

જવાબ:- મોડાસા

30. સરસ્વતી અને બનાસ નદી વચ્ચેનો વિસ્તાર કયા નામે ઓળખાય છે?

જવાબ:- વઢીયારનો પ્રદેશ

31. વલસાડ જિલ્લામાં ગરમ પાણીનાં કુંડ કયા આવેલા છે?

જવાબ:- અરણોઈ

32. સરકલા કઈ ટેકરીઓનો ભાગ છે અને ક્યા આવેલો છે?

જવાબ:- ગીરની ટેકરીઓ, અમરેલી

33. દક્ષિણ ગુજરાત ના મેદાનને બીજા કયા નામથી ઓળખાય છે?

જવાબ:- પૂરના મેદાનો

34. બેસર જમીન માં સૌથી વધુ કયો પાક થાય છે?

જવાબ:- તમાકુ

35. ડોકલામ વિવાદ ભારત અને ક્યા દેશ વચ્ચે ચાલી રહ્યો છે?

જવાબ:- ચીન

36. ” ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, સિક્કિમ, અને ઉત્તર પ્રદેશ” આપેલ રાજ્યો માંથી કયુ રાજ્ય નેપાળ સાથે સરહદ ધરાવતુ નથી?

જવાબ:- મિઝોરમ

37. ક્યા કાયદા અંતર્ગત કેન્દ્રીય બજેટ અને રાજ્ય ના બજેટ અલગ કરવામાં આવ્યા હતા?

જવાબ:- ભારત શાસન અધિનિયમ, 1919

38. પ્રતિષેધ રિટ કોની વિરુદ્ધ જાહેર કરી શકાય છે?

જવાબ:- ન્યાયિક અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ

39. બધા પુરુષો અને સ્ત્રી નાગરિકને આજીવિકાનું પૂરતુ સાધન મેળવવાનો અધિકાર છે, આ જોગવાઈ રાજ્ય નીતિ ના માર્ગદર્શન સિધ્ધાંતો ના કયા અનુચ્છેદ માં કરવામાં આવી છે?

જવાબ:- અનુચ્છેદ 39

40. ભારત ના કયા રાજયૌ માં કોમન સીવીલ કોડ અસ્તિત્વમાં છે?

જવાબ:- ગોવા

41. ભારતીય બંધારણના અનુચ્છેદ 88 પ્રમાણે ગૃહ માં કોને મતદાન નો અધીકાર નથી?

જવાબ:- ભારતનાં એટર્ની જનરલ

42. રાજભાષા વિભાગ કયા મંત્રાલય હેઠળ આવે છે?

જવાબ:- ગૃહ મંત્રાલય

43. રાષ્ટ્રીય કટોકટી ની જાહેરાતનાં કેટલા સમયની અંદર તેને મંજૂરી આપવી અનિવાર્ય છે?

જવાબ:- એક મહિનાની

44. પંચાયતી રાજ પ્રણાલી કયા સિદ્ધાંત પર આધારિત છે?

જવાબ:- સત્તાના વિકેન્દ્રીકરણ

45. કોષના અધ્યનના વિજ્ઞાનને શું કહે છે?

જવાબ:- સાયટોલોજી

46. હદયના દબાણની અસર માપવાના સાધનને શું કહે છે?

જવાબ:- કાર્ડિયોગ્રામ

47. થાઈરોક્સિન ગ્રંથિ શરીરના કયા ભાગ માં આપેલી છે?

જવાબ:- ગળામાં

48. એનાલિટિક એન્જિન માં પ્રથમ પ્રોગ્રામ બનાવનાર નુ નામ જણાવો?

જવાબ:- લેડી એડી ઓગસ્ટા

49. બજારતંત્રના રાજા તરીકે કોણ ઓળખાય છે?

જવાબ:- ગ્રાહકો

50. ” ચકદાહ એક્સપ્રેસ ” તરીકે કોણ ઓળખાય છે?

જવાબ:- ઝૂલન ગોસ્વામી

આ પણ વાંચો:- ગુજરાત તલાટી કમ મંત્રી કોલ લેટર 2023

તો મિત્રો પંચયત વિભાગ દ્વારા જે પરીક્ષા લેવમાં આવનાર છે તેના મોડેલ પેપર 02 માં આપણે 50 પર્શ્નો સુધી રાખીશું, અને બાકી ના અગત્ય ના પર્શ્નો આપણે next post માં જોઈશું. આ પોસ્ટ ગમી હોય તો આ પોસ્ટ ને શેર,કોમેન્ટ કરી દેજો, અને રોજ આવી અવ-નવી માહિતી માટે અમારા whatsaap ગ્રુપ માં જોડવવા વિનંતી, તો મિત્રો ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવી પોસ્ટ માં …. જય હિન્દ… જય ભારત….

Leave a Comment