Namo Laxmi Yojana Gujarat 2024 | નમો લક્ષ્મી યોજના 2024:- આજના બ્લોગ માં આપણે વાત કરીશું કે જે ગુજરાત સરકાર ની નવી યોજના છે, જે નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી દીકરીઓને રૂ. 50,000/- સુધી સહાય મળશે.
નમો લક્ષ્મી યોજના 2024
Gujarat Budget 2024-25 અંતર્ગત નમો લક્ષ્મી યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ સરકારી, અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓને ધોરણ- 9 અને 10 માટે જાહેર કરેલ છે. આ યોજના વાર્ષિક રૂપિયા 10,000/- હજાર તેમજ ધોરણ- 11 અને 12 માટે વાર્ષિક રૂપિયા 15,000/- હજારની સહાય આપવામાં આવશે. આમ, આ યોજના હેઠળ ધોરણ-12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ રૂપિયા 50,000/- હજારની સહાય મળવાપાત્ર થશે.
નમો લક્ષ્મી યોજનાનો યોજનાનો હેતુ
ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2024-25ના બજેટમાં બહુ હેતુલક્ષી નવી યોજના તરીકે નમો લક્ષ્મી યોજના અમલમાં મુકેલ છે. વર્ષ 2024 થી નવા શૈક્ષણિક અભ્યાસક્રમથી આ યોજનાનો અમલ કરવામાં આવનાર છે. નમો લક્ષ્મી યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો નીચે મુજબના છે.
- પ્રથમિક શિક્ષણ પુરું થયા બાદ ધોરણ-9 થી 12 માં વધુમાં વધુ કન્યાઓ પ્રવેશ મેળવશે.
- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કન્યાઓનો ડ્રોપ આઉટ રેટમાં ધટાડો થશે.
- કન્યાને શિક્ષણ તથા પોષણમાં વધારો થશે.
- સમાજમાં સ્ત્રી શક્તિકરણને વેગ મળશે, જેથી દરેક સમાજમાં સ્ત્રીઓને સન્માન મળશે.
નમો લક્ષ્મી યોજનાનો લાભ
નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અલગ અલગ રકમ સહાય રૂપે આપવામાં આવશે જે નીચે મુજબ જણાવેલ છે.
1 | ધોરણ 9 અને 10 | ₹10,000/- હજાર |
2 | ધોરણ 11 અને 12 | ₹15,000/- હજાર |
3 | ધોરણ 12 સુધીનો અભ્યાસ પુર્ણ | ₹50,000/- હજાર |
નમો લક્ષ્મી યોજના હેઠળ અરજી ક્યાં કરવી?
ઓફિશિયલ વેબસાઈટ | https://cmogujarat.gov.in/ |
આ પણ વાંચો:-
વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs
1. Namo Laxmi Yojana 2024 નમો લક્ષ્મી યોજનામાં કોને લાભ મળશે?
જવાબ:- આ યોજના હેઠળ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી દીકરીઓને લાભ મળશે.
2. નમો લક્ષ્મી યોજના ગુજરાત હેઠળ કેટલી કન્યાઓને લાભ આપવાની જોગવાઈ કરવામાં આવી છે?
જવાબ:- આ યોજના હેઠળ સરકાર દ્વારા કુલ-10 લાખ કન્યાઓને લાભ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
3. Namo Lakshmi Yojana માટે વર્ષ 2024-25 માટે કેટલી બજેટ જોગવાઈ કરવામાં આવી છે?
જવાબ:- આ યોજના હેઠળ વર્ષ 2024-25 માટે₹ 1250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
1 thought on “Namo Laxmi Yojana Gujarat 2024 | નમો લક્ષ્મી યોજના 2024”