SSC CHSL Recruitment 2023 | SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા ભરતી..

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

SSC CHSL Recruitment 2023 : સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ધોરણ 12 પાસ કે તેની સમક્ષ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે કમ્બાઈન હાયર સેકન્ડરી લેવલ (CHSL 10+2)ની 1600 જગ્યાઓ માટે ભરતી માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

પોસ્ટ :

કમબાઈન્ડ હાયર સેકન્ડરી લેવલ (10+2) પરીક્ષા 2023
  • લોવર ડિવિઝન ક્લાર્ક (LDC)
  • જુનિયર સેક્રેટિરિયલ આસિસ્ટન્ટ (JSA)
  • ડેટા એન્ટ્રી ઓપરેટર
  • ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ-A
કુલ ખાલી જગ્યાઓ: 1600

ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટ:

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • લાયકાત પ્રમાણેની તમામ માર્કશીટ
  • જો અગાઉ SSC માં ફોર્મ ભરેલ હોય તો તે ID અને પાસવર્ડ

ઉંમર મર્યાદા અને લાયકાત:

  • ઉંમર : 18 થી 27 વર્ષ (ઉમેદવારનો જન્મ 02-08-1996 ની 01-08-2003 વચ્ચે હોવો જોઈએ…
  • અનામત વર્ગના વિદ્યાર્થીઓને વય મર્યાદામાં નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવેલ છે…
  • ધોરણ 12 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ…
  • લાયકાતની વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત વાંચો…

પરીક્ષા યોજના:

  • Tier-I (Computer Based Examination) પરીક્ષા : Aug, 2023
  • Tier-II (Computer Based Examination) પરીક્ષા : બાદમાં જાણ કરવામાં આવશે.

કોમ્પ્યુટર આધારિત પરીક્ષા બે સ્તરોમાં લેવામાં આવશે એટલે કે ટાયર-1 અને ટાયર-2. ટાયર-1 પરીક્ષામાં ઉદ્દેશ્ય પ્રકાર, બહુવિધ પસંદગીના પ્રશ્નો હશે. ભાગ II, III અને IV માટે, પ્રશ્નો અંગ્રેજી અને હિન્દી બંનેમાં આપવામાં આવશે.

અગત્યની તારીખો અને ચલણ ફી:

::: ફોર્મ માટે અગત્યની તારીખ :::
ફોર્મ શરૂ તા.09/05/2023
ફોર્મ માટે છેલ્લી તા.08/06/2023
ઓનલાઇન ફી માટે છેલ્લી તા.: 10/06/2023
ઓફલાઈન ચલણ તા.11/06/2023
  • ફોર્મમાં જો કોઈ સુધારા-વધારા કરવાં હોય તો તા. : 14/06/2023 થી 15/06/2023 (23:00) સુધી કરી શકાશે..
::: એપ્લિકેશન ફી :::
મહિલા / SC / ST / PwBD / ESM ઉમેદવારફી નથી
અન્ય તમામ ઉમેદવારોરૂ. 100/-

SSC CHSL ભરતી 2022 માટેની અરજી ફી રૂ.100 છે. જો કે, મહિલા ઉમેદવારો અને અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST), બેન્ચમાર્ક વિકલાંગ વ્યક્તિઓ (PWBD) અને ભૂતપૂર્વ સૈનિકો (ESM) કે જેઓ અનામત માટે પાત્ર છે તેમને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

કેવી રીતે અરજી કરવી ?

  • સૌ પ્રથમ ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ ssc.nic.in પર જાઓ.
  • હોમ પેજ પર, Apply ટેબ પર ક્લિક કરો અને પછી SSC CHSL પર ક્લિક કરો.
  • તે પછી તમામ વિગતો દાખલ કરીને અરજી ફોર્મ ભરો.
  • બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • અરજી ફી ચૂકવો.
  • સબમિટ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ આઉટ લો.

નોંધ : અરજી કરતા પહેલા ભરતીને લગતી તમામ મહિતી સત્તાવાર જાહેરાતમાં આપેલ છે તે અવશ્ય વાંચો અને પછી જ અરજી કરો.

:: નોંઘ ::

  • જો રજીસ્ટ્રેશન કરેલ હોય અને ID અથવા પાસવર્ડ ભુલાઈ ગયો હોય તો ફરગેટ પાસવર્ડની મદદથી ફરી મળી શકશે.
  • ફોટો જાહેરાત પ્રસિદ્ધ થયાના 3 મહિનાથી વધારે જૂનો ન હોવો જોઈએ
  • ફોટોની નીચે ફોટો જે તારીખે પડાવેલ છે તે તારીખ લખવાની રહેશે
  • ફોટો કેપ (ટોપી) , અને ચશ્મા વગરનો હોવો જોઈએ.

  1. ભરતી નોટિફિકેશન માટે : અહી ક્લિક કરો.
  2. ઓનલાઈન અરજી કરો માટે : અહીં ક્લિક કરો

આ પણ વાંચો :-

1 thought on “SSC CHSL Recruitment 2023 | SSC (સ્ટાફ સિલેક્સન કમિશન) દ્વારા ભરતી..”

Leave a Comment