ડોમીસાઈલ સર્ટીફીકેટ કેવી રીતે કઢાવવું ?, જરૂરી ડોક્યુમેન્ટ, ફોર્મ અને અરજી પ્રક્રિયા | ડોમીસાઈલ સર્ટીફીકેટ ઈસ્યુ કરવા બાબત

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

ડોમીસાઈલ સર્ટીફીકેટ એટલે તમે ગુજરાતના વતની કે ગુજરાતી છો અને તમારે ગુજરાતની કોઈપણ યુનિવર્સિટીમાં એડમીશન લેવું હોય ત્યારે અન્ય રાજ્યોના વિધાર્થીઓ કરતા તમારી પસંદગી પહેલી થાય એ માટેનો પુરાવો એટલે ડોમીસાઈલ સર્ટીફીકેટ. Domicile Certificate એ તમારો રહેઠાણ ના પુરાવો પણ કહી શકાય છે. ગુજરાત રાજ્ય માં સરકાર દ્વારા કોઈ પણ લાભ લેવા માટે તમારે ગુજરાત ડોમિસાઇલ પ્રમાણપત્ર હોવું જરૂરી છે. 

આ આર્ટીકલ માં ડોમીસાઈલ સર્ટીફીકેટ કેવી રીતે બનાવવું?, તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ, ફોર્મ અને અરજી પ્રક્રિયા શું છે તે તમામ માહિતી તમને જાણવા મળશે. તો આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચજો જેથી તમને તમામ મેળવી શકો…

હું કઈ રીતે ડોમીસાઈલ સર્ટીફીકેટ ઈસ્યુ કરવા બાબતની મંજુરી મેળવી શકું?

સંબંધિત મામલતદારશ્રીને, પરિશિષ્ટ-૨/૪૨ મુજબ.

સૌ પ્રથમ જાણો, ડોમીસાઈલ સર્ટીફીકેટ માટે જરૂરી પુરાવા

ગુજરાત ડોમીસાઈલ નું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી દસ્તાવેજો નીચે આપેલ છેઃ (Documents Required For Domicile Certificate In Gujarat)

  • અરજદારનો તલાટી રૂબરૂ જવાબ
  • પંચનામું
  • સોગંદનામું
  • રહેઠાણના પુરાવા (ગ્રામ પંચાયત /મ્યુનિ. ટેક્ષ બીલ /લાઈટ બીલ /ટેલીફોન બીલ /વિ પૈકી એક)
  • રેશનકાર્ડ
  • જન્મ અંગેનો પુરાવો (સ્કુલ લીવીંગ સર્ટી અને જન્મ પ્રમાણપત્ર)
  • છેલ્લા ૧૦ વર્ષના રહેઠાણના પુરાવા(અભ્યાસ /નોકરી /મતદાર યાદી /પાન કાર્ડ/વિ.)
  • ગુજરાત રાજયમાં ધારણ કરેલ સ્થાવર મિલકતનું પ્રમાણપત્ર.
  • ધોરણ : ૧ થી અત્યાર સુધી કરેલ અભ્યાસના પુરાવા.
  • તમારા પિતા/વાલી કયાં અને કયારથી નોકરી, ધંધો, વ્યવસાય કરે છે તેનો દાખલો
  • સારી ચાલચલગત અંગેનો દાખલો.
  • કોઈ ગુનામાં સંડોવાયેલા નથી તે અંગેનો તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનનો દાખલો. (અસલમાં રજુ કરવો)
  • ઉપરોકત રજુ કરેલ દસ્તાવેજોનો ખરાઈ માટે અસલ દસ્તાવેજોની માંગણી કર્યેથી રજુ કરવાના રહેશે.

ઉપરોકત રજુ કરેલ દસ્તાવેજોનો ખરાઈ માટે અસલ દસ્તાવેજોની માંગણી કર્યેથી રજુ કરવાના રહેશે.

ગુજરાત માં ડોમીસાઈલ સર્ટીફીકેટ કોણ કાઢવી શકે?

  • ગુજરાત માં જન્મેલા અને ઓછા માં ઓછા 10 વર્ષ થી ગુજરાત માં રહેતા તમામ વ્યક્તિઓ માટે.
  • ગુજરાત માં જમીન અથવા સ્થાવર મિલકત ધરાવતા કોઈ પણ વ્યક્તિઓ તે લોકો પાસે જમીનનો રેકર્ડ (RoR) હોવો જોઈએ.

ઓનલાઈન ડોમિસાઈલ સર્ટિફિકેટ કેવી રીતે મેળવવું? – How To Get A Domicile Certificate Online

STEP 1: સૌપ્રથમ ડિજિટલ ગુજરાત વેબસાઇટની મુલાકાત લો. https://www.digitalgujarat.gov.in

STEP 2: ‘Services’ નામના ઓપ્શન પર ક્લિક કરો અને ‘Ciitizen Services’ વિકલ્પ પસંદ કરો.

STEP 3: ‘Domicile Certificate’ ટેબ પર ક્લિક કરો.

STEP 4: સૂચનાઓ વાંચો અને ‘Apply Online’ બટન પર ક્લિક કરો.

STEP 5: ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર પ્રથમ વખત અરજી કરતી વખતે ‘New Registration (Citizen)’ બટન પર ક્લિક કરો.

  • જો તમે આની પહેલા ડિજિટલ ગુજરાત માં અકાઉંટ બનાવેલું છે તો તમે આઈડી પાસવોર્ડ ની મદદ થી લૉગિન કરી શકો છો. 

STEP 6: મોબાઈલ નંબર, ઈમેલ અને પાસવર્ડ જેવી વિગતો દાખલ કરો અને ‘Save’ બટન પર ક્લિક કરો.

STEP 7: રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મળેલ OTP દાખલ કરો અને ‘Confirm’ બટન પર ક્લિક કરો.

STEP 8: ત્યારબાદ તમને પૂછવામાં આવેલી વિગતો ભરો, જેમ કે પૂરું નામ અને સરનામું, ફોટોગ્રાફ અપલોડ કરો અને ‘Update’ બટન પર ક્લિક કરો.

STEP 9: ‘Citizen Profile’ ફોર્મ પર જરૂરી વિગતો ભરો અને ‘Update’ બટન પર ક્લિક કરો.

STEP 10: ત્યારબાદ ‘Request a New Service’ વિકલ્પ પર ક્લિક કરો.

STEP 11: ‘Domicile Certificate’ વિકલ્પ અને ‘સેવા ચાલુ રાખો’ બટન પર ક્લિક કરો.

STEP 12: સ્ક્રીન પર ‘Request ID’ અને ‘એપ્લિકેશન નંબર’ પ્રદર્શિત થશે. ‘Continue’ બટન પર ક્લિક કરો.

STEP 13: જરૂરી વિગતો દાખલ કરો, દસ્તાવેજો અપલોડ કરો, ચેકબોક્સ પસંદ કરો અને ‘Submit’ બટનને ક્લિક કરો.

ડોમિસાઇલ સર્ટિફિકેટ ઑફલાઇન અરજી કરવાની પ્રક્રિયા? – Domicile Certificate Offline Process

ડોમીસાઈલ સર્ટીફીકેટ માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરો

  • ડાઉનલોડ કરેલ ફોર્મની પ્રિન્ટ કાઢવી લો.
  • ફોર્મ ભરો, જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડો અને તેને તાલુકા અથવા મામલતદાર કચેરી ફોર્મ જમા કરો.

આ પણ વાંચો :

ડોમિસાઇલ સર્ટિફિકેટ માટે મહત્વપૂર્ણ લિંક્સ

અરજી કરવા માટે  વેબસાઇટઅહી ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરવા માટે લિંકડાઉનલોડ કરો 
Whatsapp ગ્રુપ માં જોડાવઅહી ક્લિક કરો

1 thought on “ડોમીસાઈલ સર્ટીફીકેટ કેવી રીતે કઢાવવું ?, જરૂરી ડોક્યુમેન્ટ, ફોર્મ અને અરજી પ્રક્રિયા | ડોમીસાઈલ સર્ટીફીકેટ ઈસ્યુ કરવા બાબત”

Leave a Comment