આવકના દાખલા માટે જરૂરી ઓનલાઇન અરજી અને જરૂરી ડૉક્યુમેન્ટ | આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

આવકનો દાખલો મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. વિવિધ સરકારી યોજનાઓ અને સબસિડી નો લાભ મેળવવા માટે આવકનું પ્રમાણપત્ર આવશ્યક દસ્તાવેજ છે. આવકના પ્રમાણપત્રમાં દર્શાવેલ આવકની રકમ દરેક કુટુંબની વાસ્તવિક આવકના આધારે ગણવામાં આવે છે. ગુજરાત રાજ્ય સરકારે Aavak no Dakhlo સરળતાથી મેળવવા માટે ઓનલાઈન અરજી ફોર્મ રજૂ કર્યું છે. તો આવકનો દાખલો ઘરે બેઠા કેવી રીતે કાઢી શકાય તેના વિષે માહિતી મેળવિશુ…

હું કઈ રીતે આવક અંગેનું પ્રમાણપત્ર મેળવી શકું?

  • મામલતદારશ્રીને, પરિશિષ્ટ-૧/૩૬ મુજબ.

સૌ પ્રથમ જાણો, આવકના દાખલા માટે જરૂરી પુરાવા.

ગુજરાત આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે જરૂરી દસ્તાવેજો નીચે આપેલ છેઃ (Required Income Certificate Document in Gujarat)

  • અરજદારનું આાધાર કાર્ડ
  • અરજદારનું રોશનકાર્ડ
  • અરજદારનું છેલ્લું લાઈટબીલ/વેરાબીલ
  • અરજદારના રહેણાંકની આાસપાસના 2 પુખ્ત પાડોશીના આાધારકાર્ડ (પંચનામું કરવા)
  • ૩ રૂ. ની કોટડ ફી ટીકીટ
  • ૫૦ રૂ.નો સ્ટેમ્પ
  • મેયર/સાંસદ/ધારાસભ્ય (કોઈપણ એક) પાસેથી મળતો આાવક નો દાખલો.
  • એક પાસપોર્ટ સાઈજ ફોટો

દરેક ડોક્યુમેન્ટ ભેગા કરી ઓળખના સૌ પુરાવાની ઝેરોક્ષ કરાવી નોટરીના સહી-સિક્કા કરાવવા. તથા ઓરીજીનલ પુરાવા સાથે રાખવા.

ખાસનોંધ- ગુજરાત સરકારશ્રીના ઠરાવ મુજબ આવકના દાખલાની સમય-મર્યાદા ૩ વર્ષ (નાણાકીય વર્ષ)ની કરવામાં આવી છે. આથી યોગ્ય રીતે સાચવી ને રાખવો.

આવકના દાખલા માટેના આવેદનની પ્રક્રિયા-

1)આવકનો દાખલો ઓનલાઇન કેવી રીતે મેળવવો?

Step 1:- Online Apply માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ www.digitalgujarat.gov.in ની વેબસાઇટ તમારા Computer કે મોબાઇલ ફોનમાં Open કરો.

Step 2:- Menu પર ક્લિક કરો એટલે મેનુ બાર ખુલશે

Step 3:- તે મેનુબારમાં Services ક્લિક કરો.

Step 4:- Services મેનુબારમાં Citizen Services ઓપ્શન પર Click કરો એટલે એક નવું પેજ ખુલશે

Step 5:- તે નવા પેજમાં નીચે જાશો એટલે આવકનો દાખલો (Avakano Dakhalo) માટેનો ઓપ્સન આવશે.

Step 6:- આવકના દાખલાની ઓનલાઈન અરજી માટે “Income Certificate” પર Click કરો

Step 7:- આવકના દાખલા માટે “Income Certificate” પર Click કરો.

Step 8:- એક નવું પેજ ઓપન થશે તેમાં નીચે “Apply Online” પર Click કરો.

Step 9:- Online Application કર્યા બાદ Registered User ની Login સાઇડ ખુલશે

Step 10:- જો પહેલેથી જ Registration કરેલુ હોઇ તો Login ID અને Password નાખી Login કરો

Step 11:- જો ન કરેલ હોય તો New Registration કરવા માટે Select કરો

Step 12:- Login કરી Apply Online કર્યા બાદ નવું પેજ ખુલશે જેમાં બોક્ષમાં ખરુ કરી આધાર નંબર લખો અને Continue to Service” પર Click કરો.

Step 13:- Online Form માં આપેલ તમામ વિગતો ભરી સબમિટ કરવું.

2)આવકનો દાખલો મેળવવા માટે ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી?

Step 1:- ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ ઓનલાઈન એપોઇમેંટ લેવી (જો આપણાં તાકુલા કે કે જીલ્લામાં લાગુ પડે તો)

Step 2:- એપોઇમેંટની રસીદ અને પુરાવાઓ લઈ પાોતાના વિસ્તારની લગતી મામલતદારશ્રીની કચેરી તથા નાગરિક સુવિધા કેન્દ્ર પરથી આવકના દાખલનું ફોર્મ વિના મૂલ્યે મેળવવું

Step 3:- ફોર્મ ભર્યા બાદ ૩ રૂ. ની કોટ ફી ટીકીટ ફોર્મ પર આાગળના પાને ઉપર ખાલી જગ્યા જોઈને લગાવી. અને બધા ડૉક્યુમેન્ટ એક એક કોપી ફોર્મ સાથે જોડવી.

Step 4:- આ ફોર્મ ભરાઈ ગયા બાદ પોતાના વિસ્તારને લગતી મામલતદારશ્રીની કચેરી અથવા નાગરિક સુવિધા કેન્દ્ર પર જઈ તમારા વિસ્તારના તલાટી કમ મુંત્રીશ્રી પાસે જઈ બધા ડૉક્યુમેન્ટની ચકાસણી કરાવવી, જવાબ આપવા અને સહી સિક્કા કરાવવા. (તલાટીશ્રીને જરૂર જણાઈ તાો પંચનામું કરવા સાક્ષીઓને રૂબરૂ માં બોલાવી શકે)

Step 5:- તલાટીશ્રીના સહી સિક્કા કરાવ્યા બાદ આવકના દાખલા માટે ફોટો પડાવવાના સ્થળે જવું.

Step 6:- આવકના દાખલા માટે ફોટો પડાવી, જરૂરી ફી ચુકવી, રસીદ લઈ લેવી.

Step 7:- રસીદમાં આવકનો દાખવો લેવા માટેની તારીખ જોઈ લેવી અને જે તે તારીખે આવકનો દાખલો મેળવી લેવો.

મહત્વપૂર્ણ લિંક

આવકના દાખલાનું ફોર્મ ડાઉનલોડ કરવા નીચે આપેલ લિંકનો ઉપયોગ કરી શકો છો.

શહેરી વિસ્તાર માટે  Download 
ગ્રામ્ય વિસ્તાર માટે (આવકના દાખલા નું ફોર્મ ગ્રામ પંચાયત pdf)  Download 
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટઅહીં ક્લિક કરો

આ પણ વાંચો :

2 thoughts on “આવકના દાખલા માટે જરૂરી ઓનલાઇન અરજી અને જરૂરી ડૉક્યુમેન્ટ | આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત”

Leave a Comment