ફેબ્રુઆરી 2023 મફત અનાજ વિતરણ | 35 કિલો મળશે મફત અનાજ 

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વેબસાઇટ માં, તો મિત્રો આજે આપણે વાત કરીશું કે, રેશન કાર્ડ ધારકોને મફત અનાજ વિતરણ કરવામાં આવશે 35 કિલોગ્રામ અનાજ છે તે મફત મળવા પાત્ર થશે. ફેબ્રુઆરી 2023 નું જે અનાજ વિતરણ છે તેની તારીખ જાહેર કરી દીધેલ છે. મિત્રો કેટલું અનાજ મળવા પાત્ર થશે, કોને-કોને અનાજ નો લાભ આપવમાં આવશે અને અનાજ છે તે ક્યારે લેવા જવાનું થશે, તે તમામ માહિતી આજે આપણે આ આર્ટીકલ માં મેળવીશું, તો ચાલો મિત્રો શરુઆત કરીએ…

રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013 (NFSA)

National Food Security Act

તો મિત્રો NFSA એટ્લે (National Food Security Act 2013) રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013 સમાવિષ્ટ રાજયના 71 લાખ વધુ રેશન કાર્ડ ધારક કુટુંબોની 3.48 કરોડ જન સંખ્યાને જાન્યુઆરી-2023 થી ડિસેમ્બર-2023 સુધી સમગ્ર વર્ષ દરમિયાન વિનામુલ્યે અનાજ (ઘઉં અને ચોખા) નું વિતરણ તથા રાજ્ય સરકાર ની તુવેર દાળ,ચણા, ખાંડ તથા મીઠાના રાહત દરના ભાવે વિતરણ કરવામાં આવશે.

ફેબ્રુઆરી 2023 માસ નું વિતરણ શરુ કરી દેવામાં આવેલ છે, કઈ તારીખે તમે અનાજ મેળવી શકશો.

-> તા: 01/02/2323 થી 28/02/2023 સુધી તમને જે અનાજ મળવા પાત્ર છે તે તમે અનાજ મેળવી શકશો.

તેમાં મિત્રો આપણે વાત કરીશું સૌ પ્રથમ કેન્દ્ર સરકાર તરફથી જે ઘઉં અને ચોખા નું વિતરણ કરવામાં આવશે તેના વિશે.

-> રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013 (NFSA) ના હેઠળ જેના રેશન કાર્ડ છે તો તે તમામ લાભાર્થી ઓને વિનામુલ્યે અનાજ નું વિતરણ કરવામાં આવશે.

ફેબ્રુઆરી 2023 માસ માં વિનામુલ્યે મળવાપાત્ર અનાજના જથ્થા ની વિગત:-

ક્રમ કેટેગરી મળવાપાત્ર જથ્થો ભાવ
1ઘઉંઅંત્યોદય કુટુંબો (AAY)કાર્ડ દીઠ 15 કિ.ગ્રા.વિનામુલ્યે
2ઘઉંઅગ્રતા ધરાવતા કુટુંબો (PHH)વ્યક્તિદીઠ 2 કિ.ગ્રા.વિનામુલ્યે
3ચોખાઅંત્યોદય કુટુંબો (AAY)કાર્ડ દીઠ 20 કિ.ગ્રા.વિનામુલ્યે
4ચોખાઅગ્રતા ધરાવતા કુટુંબો (PHH)વ્યક્તિદીઠ 3 કિ.ગ્રા.વિનામુલ્યે
ફેબ્રુઆરી 2023 મફત અનાજ વિતરણ | 35 કિલો મળશે મફત અનાજ 

ત્યાર પછી મિત્રો જાહેત વિતરણ વ્યવસ્તા હેઠળ ફેબ્રુઆરી 2023 માસ માં લાભાર્થી ઓને રાહતદરે મળવા પાત્ર અન્ન આવશ્યક ચીજ વસ્તુઓ જથ્થાની વિગત:-

ક્રમ આવશ્યક ચીજ વસ્તુઓકેટેગરી મળવાપાત્ર જથ્થો ભાવ પ્રતિ કિ.ગ્રા.
રુ.
1તુવેરદાળઅંત્યોદય કુટુંબો (AAY) અને
અગ્રતા ધરાવતા કુટુંબો (PHH)
કાર્ડ દીઠ 1 કિ.ગ્રા.50
2ચણાઅંત્યોદય કુટુંબો (AAY) અને
અગ્રતા ધરાવતા કુટુંબો (PHH)
કાર્ડ દીઠ 1 કિ.ગ્રા.30
3ખાંડઅંત્યોદય કુટુંબો (AAY)3 વ્યક્તિ સુધી કાર્ડ દીઠ 1 કિ.ગ્રા.
3 થી વધુ વ્યક્તિદીઠ 0.350 કિ.ગ્રા.
15
4ખાંડબીપીએલ કુટુંબો (BPL)વ્યક્તિદીઠ 0.350 કિ.ગ્રા.22
5ડબલ ફોર્ટિફાઇડ સોલ્ટ
(મીઠું)
અંત્યોદય કુટુંબો (AAY) અને
અગ્રતા ધરાવતા કુટુંબો (PHH)
કાર્ડ દીઠ 1 કિ.ગ્રા.1
ફેબ્રુઆરી 2023 મફત અનાજ વિતરણ | 35 કિલો મળશે મફત અનાજ 

તો મિત્રો,

જાન્યુઆરી-2023 થી ડિસેમ્બર-2023 સુધી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા-2013 હેઠળ ના તમામ લાભાર્થી ઓને વિનામુલ્યે અનાજ (ઘઉં અને ચોખા) નું વિતરણ અને જાહેત વિતરણ વ્યવસ્તા હેઠળ રાજ્ય સરકાર દ્વારા અન્ય આવશ્યક ચીજ વસ્તુઓ નું (તુવેરદાળ,ચણા,ખાંડ,મીઠું) રાહત દરે વિતરણ કરવાં આવશે. આ યોજના જાન્યુઆરી-2023 થી ડિસેમ્બર-2023 સુધી સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ રહેશે.

2 thoughts on “ફેબ્રુઆરી 2023 મફત અનાજ વિતરણ | 35 કિલો મળશે મફત અનાજ ”

Leave a Comment