Manav Garima Yojana –ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. દરેક વિભાગે પોતાનો પોર્ટલ વિકસાવ્યું છે. આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓએ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે. કુટીર અને ગ્રામોદ્યોગની યોજનાઓ માટે e-kutir Portal, કૃષિ વિભાગ દ્વારા આઇ ખેડુત પોર્ટલ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઈ સમાજ કલ્યાણ પોર્ટલ વિકસાવવામાં આવ્યા છે.
ગુજરાત સરકારના નિયામક વિકસતી જાતિ કલ્યાણ ની કચેરી ગાંધીનગર દ્વારા માનવ ગરિમા યોજના ચલાવવામાં આવે છે. આ યોજના હેઠળ રાજ્યના નબળા વર્ગ જાતિઓના લાભાર્થીઓને સાધન ટૂલ કિડ્સ પુરા પાડી સ્વરોજગારી આપવા Manav Garima Yojana 2023 અમલમાં મૂકવામાં આવી છે. માનવ ગરીમા યોજનામાં જુદા જુદા ધંધા વ્યવસાય માટે નિયમો અનુસાર સાધનો ટુલ કિડ્સ આપવામાં આવશે.
નિયામક વિકસતી જાતિ કલ્યાણ ની કચેરી ગાંધીનગર દ્વારા માનવ યોજના અમલમાં મૂકવામાં આવી છે. રાજ્યના પછાત વર્ગના લાભાર્થીઓને પોતાના જીવન જરૂરી રોજગાર મળી રહે તે માટે તેઓને નવ ધંધા વ્યવસાય ચાલુ કરવા માટે આ યોજના અંતર્ગત વિના મૂલ્યે ઓજારો/ સાધનો આપવામાં આવે છે. આ યોજનાનો લાભ મેળવી તેઓ આત્મનિર્ભળ બનશે. તેમજ પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકશે. તેમજ તેઓનું આર્થિક જીવન સુખાકારી બને તે આ યોજનાનો મુખ્ય હેતુ છે.
- માનવ ગરિમા યોજના…. (ગરીબ કલ્યાણ મેળો)….
- રૂ. 25000/- ની કિંમતના સાધનો ફ્રી (મફત) માં… (ધંધા માટે સાધનો ફ્રી માં)
⇒ આ યોજના અંતર્ગત મંજૂર થયેલ ઉમેદવારોની યાદી : અહી ક્લિક કરો
⇒ વધુ માહિતી માટે : અહી ક્લિક કરો
ફોર્મ સમયની માહિતી : અહી ક્લિક કરો