તાડપત્રી સહાય યોજના 2023 | Tadpatri Sahay Yojana 2023 | i Khedut

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેવી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, ટ્રેકટર સહાય યોજના, પાવર થ્રેસર સહાય યોજના વગેરે ચલાવવામાં આવે છે. આ ખેડૂત લક્ષી યોજનાઓ ikhedut portal ઓનલાઈન થાય છે. આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ વિભાગોની Online Application થાય છે. આજે આપણે ખેતીવાડીની યોજનાની “તાડપત્રી સહાય યોજના” વિશે વાત કરીશું”. તાડપત્રી યોજનામાં કેટલી સહાય મળે, કેવી રીતે સહાય મળે તથા Tadpatri Sahay Yojana 2023 નો લાભ લેવા માટે કયા-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ તેની વિગતવાર માહિતી મેળવીશું.

તાડપત્રી સહાય યોજના 2023 વિગતો

યોજનાનું નામTadpatri Sahay Yojana 2023
યોજનાનો ઉદ્દેશખેડૂતોને સબસીડી દ્વારા સાધન સહાય
લાભાર્થીગુજરાતના ખેડૂતો
સહાયની રકમ50%  અને 75 % અથવા રૂ.1250- અથવા રૂ.રૂ.1875/- બે માંથી ઓછું
માન્ય વેબસાઈટwww.ikhedut.gujarat.gov.in

તાડપત્રી સહાય યોજનાની મુખ્ય વિશેષતાઓ:

  • લાભાર્થીઓ: આ યોજના સીમાંતથી લઈને મોટા પાયે ખેડૂતો સુધીના વિશાળ સ્પેક્ટ્રમને સમાવિષ્ટ કરીને સમગ્ર ગુજરાતના ખેડૂતોને તેનો ટેકો આપે છે.
  • નાણાકીય સહાય: યોજના હેઠળ સહાયની માત્રા અલગ અલગ હોય છે, પાત્રતા ધરાવતા ખેડૂતો કુલ ખર્ચના 50% અથવા 75% પ્રાપ્ત કરે છે, જેની મર્યાદા રૂ. 1250/- અથવા રૂ. 1875/-, સંજોગોના આધારે.
  • અરજી પ્રક્રિયા: યોજનાના લાભો મેળવવા માટે, ખેડૂતોએ ઓનલાઈન ચેનલોની સગવડતાનો લાભ ઉઠાવતા, Ikhedut પોર્ટલ દ્વારા અરજી કરવી જરૂરી છે.

તાડપત્રી સહાય યોજના ની પાત્રતા

રાજ્યના ખેતીવાડી વિભાગ દ્વારા તાડપત્રી સહાય યોજન માટે નીચે મુજબ ની પાત્રતા નકકી કરેલ છે.

  • લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
  • અરજી કરનાર ખેડૂત નાનો,સીમાંત અને નબળી આર્થીક પરીશ્થીતી ધરાવતો હોવો જોઈએ
  • અરજી કરનાર પાસે પોતાની માલિકી ની જમીન હોવી જોઈએ
  • આ યોજનાનો લાભ ત્રણ વાર મળવા પાત્ર છે
  • આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો એ I Khedut Portal ઓનલાઈન અરજી કરવાની રહશે
  • ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ તાળપત્રી મળવાપાત્ર રહશે.

તાડપત્રી સહાય યોજના નો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેંટ્સ

  • જાતિનો દાખલો (સક્ષમ અધિકારી દ્વારા) (ફક્ત અનુસુચિત જાતિ / અનુસુચિત જનજાતિ માટે) (લાગુ પડતું હોય તો)
  • સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગો માટે) (લાગુ પડતું હોય તો)
  • જમીનની વિગત ૭/૧૨ તથા ૮-અ ની નકલ
  • આધારકાર્ડ ની નકલ
  • બેન્ક પાસબુકની નકલ અને રદ કરેલ ચેક

તાડપત્રી સહાય યોજના 2023 ઓનલાઈન કરવાની પ્રક્રિયા

તાડપત્રી સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો એ I Khedut Portal પરથી ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકશે.

  •  ખેડૂતોએ આઇ ખેડૂત પોર્ટલ પરથી અરજી ઓનલાઇન કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈ અરજી ઘરે બેઠા મોબાઈલ / કમ્પ્યુટર દ્વારા પણ કરી શકો છો. તથા તમારા ગામ ની ગ્રામ પંચાયત ખાતેથી VCE (પંચાયત ઓપરેટર ) તથા CSC Center દ્વારા પણ અરજદાર ખેડૂત અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી નીચે ના સ્ટેપ બાય સ્ટેપમાં આપેલ છે.
  • સૌપ્રથમ તો મોબાઈલ / કમ્પ્યુટરના Chrome બ્રાઉઝર માં Www.Google.Co.In માં “ikhedut Portal ” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં Google Search માં જે રીઝલ્ટ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • આઈ-ખેડૂત વેબસાઈટ ખોલ્યા બાદ “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવું. ત્યારબાદ ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” જમણી બાજુ પર લખેલ – વિગતો માટે અહીં ક્લિક કરો પર ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કર્યા પછી તમને વિવિધ ખેતીવાડી ની યોજનાઓ લિસ્ટ તમને બતાવશે.
  • જેમાં અનુક્રમ નં 1 – “તાડપત્રી” માં “અરજી કરો” લખેલ આવે તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
  • નવું વેબ પેજ પછી તમને પૂછવામાં આવશે તમે ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) ધરાવતા હો કે ના ધરાવતા હો, તો પણ અરજી કરી શકો છો.
  • જો તમે ખેડૂત નોંધણી ધરાવો છો તેમાં હા કહેશો તો આધાર નંબર અને મોબાઈલ નંબર રજુ કરવાનો રહેશે તો તમારાં મોબાઈલ ઉપર એક OTP આવશે. તે OTP નાખ્યા બાદ અરજીમાં ખેડુતની વિગતો આપો આપ ઓનલાઈન આવી જશે.
  • “નવી અરજી કરો” બટન ઉપર ક્લીક કરી નવી અરજી કરો.
  • અરજીમાં સુધારા વધારા માટે “અરજી અપડેટ કરો” બટન ઉપર ક્લીક કરો. અરજી અપડેટ/કન્ફર્મ કરવા અરજી નંબર સાથે જમીન ખાતાનો ખાતા નંબર અથવા રેશન કાર્ડ નંબર જે તે અરજી કરતી વખત આપેલ હશે તે આપવાનો રહેશે.
  • અરજી બરાબર થયા બાદ તેને કન્ફર્મ કરો.અરજી કન્ફર્મ થઇ ગયા બાદ અરજી અપડેટ થશે નહી
  • જો તમે ખેડૂત નોંધણી કરાવ્યા વગર વર્ષ ૨૦૧૮-૧૯થી પ્રથમ વખત અરજી કરતાં હશો તો ઓનલાઈન અરજી કરતી વખતે આધાર નંબર અને મોબાઈલ નંબર આપવાથી અરજીની પાત્રતા નિયત થાય તે સમયે સંબંધિત કચેરીમાં આધાર નંબરની નકલ રજુ કરેથી, સંબંધિત અધિકારીશ્રી દ્વારા તેની ખરાઇ કર્યા બાદ ખેડૂત નોંધણી (રજીસ્ટ્રેશન) થશે. તે સમયે નોંધણી (રજીસ્ટ્રેશન) થયેલ છે તે અંગેનો SMS આપના રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.
  • અરજી કન્ફર્મ થયા પછીજ અરજીની પ્રિન્ટ લઇ શકાશે.
  • જો બેન્કનું નામ લીસ્ટમાં ન મળે તો નજીકની બાગાયતી કચેરીનો સંપર્ક કરવો.
  • અરજી સેવ કરતા જો અરજી નંબર જનરેટ ન થાય તો સુચનાઓની ઉપરની લાઇનમાં મેસેજ વાંચો.
  • જે વિગતો આગળ લાલ * છે તે ફરજીયાત છે.
  • અરજી નો પ્રિન્ટ આઉટ લેવું કરજીયાત છે. ઓનલાઈન અરજીની પ્રિન્ટ આઉટ લઇ તેમાં સહી/અંગુઠાનું નિશાન કરી જરૂરી દસ્તાવેજ સાથે અરજી પર દર્શાવેલ ઓફિસ/કચેરીના સરનામે રજુ કરવાની રહેશે. અથવા આઇ ખેડુત પોર્ટલ પર ખેડુત ઓનલાઇન અરજી કર્યાબાદ તેની પ્રિંટ લઇ સહિ/અંગુઠાનું નિશાન કરી તેને સ્કેન કરીને પોર્ટલ પર “અરજી પ્રિન્ટની સહી કરેલ નકલ અપલોડ” મેનુમાં કલીક કરીને અપલોડ કરી શકાશે. જયા લાગુ પડતુ હોય ત્યાં “અન્ય ડોક્યુમેન્ટ અપલોડ” મેનુમાં જાતિના દાખલાની સ્કેન કરેલ નક્લ પણ અપલોડ કરવાની સુવિધા ચાલુ કરેલ છે. જેથી ખેડુતે કચેરીમાં રુબરુ અરજી પહોચાડવાની જરુરીયાત રહેતી નથી. સ્કેન કરેલ નક્લ PDF ફોરમેટમાં અપલોડ કરવી તેની સાઇઝ ૨૦૦ કેબી થી વધવી જોઇએ.

ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ

તાડપત્રી સહાય યોજનામાં અરજદારે 07/08/2023 થી 06/09/2023 સુધીમાં ઓનલાઇન આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થશે

મહત્વપૂર્ણ લિંક :

આઇ ખેડુત પોર્ટલhttps://ikhedut.gujarat.gov.in/
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપ જોડાઓઅહીં ક્લિક કરો

તાડપત્રી સહાય યોજના 2023 FAQ’S

Q.1 તાડપત્રી સહાય યોજનાનો લાભ કોને કોને મળવવા પાત્ર છે?

Ans. તાડપત્રી સહાય યોજનાનો લાભ ગુજરાત રાજ્યના નાના, સીમંત અને આર્થિક રીતે નબળા ખેડૂતો ને મળવા પાત્ર રહશે.

Q.2 તાડપત્રી સહાય યોજના માં લાભાર્થી ને કેટલો લાભ મળવવા પાત્ર છે?

Ans. તાડપત્રીસહાય યોજના માં અનુસુચિત જ્ઞાતિઓને કુલ ખર્ચ ના ૭૫% અથવા રૂ.૧૮૭૫/- આ બને માંથી જે ઓછુ હોય તે સહાય મળશે. અને સામાન્ય જનરલ જાતી ના ખેડૂતોને કુલ ખર્ચ ના ૫૦% અથવા રૂ.૧૨૫૦/- બે માંથી જે ઓછુ હોય તે સહાય મળશે.

Q.3 તાડપત્રી સહાય યોજના માં અરજી કરવા માટે ની છેલ્લી તારીખ કઈ છે?

Ans. તાડપત્રી સહાય યોજના માં અરજી કરવા માટે ની છેલ્લી તારીખ છે.

Leave a Comment