પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 । Pandit Dindayal Awas Yojana

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી વેબસાઇટ માં, આજના આર્ટિકલ માં આપણે વાત કરીશું ગુજરાત સરકાર ની એવી એક યોજના કે જે યોજના ના અંતર્ગત મકાન ના બાંધ કામ માટે રુપિયા 1 લાખ 20 હજાર સુધીની સહાય આપવામાં આવે છે. તે યોજના નું નામ છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના (Pandit Dindayal Awas Yojana), તો આજે આપણે આ આર્ટિકલ માં આવાસ યોજના વિશે માહિતી મેળવીશું, તો ચાલો મિત્રો આર્ટિકલ ની શરુઆત કરીએ…

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના

યોજનાનું નામપંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023
હેઠળગુજરાત રાજ્ય સરકાર
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
આર્ટિકલ નો પ્રકારસરકારી યોજના
સત્તાવાર પોર્ટલhttps://esamajkalyan.gujarat.gov.in/
અરજી ફોર્મ શરુ થવાની તારીખ મે અથવા જુન,જુલાઈ 2023 માં શરુ થશે
લાભરૂ.1,20,000ની મકાન સહાય

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની મહત્વની તારીખો

તો મિત્રો જયારે પંડિત દીનદયાલ યોજનાના અરજી ફોર્મ શરુ થશે ત્યારે આપણે એક અલગ થી પોસ્ટ બનાવી દઇશું. અરજી ફોર્મ શરુ થવાની શક્યતા મે અથવા જુન,જુલાઈ 2023 માં શરુ થશે.

પંડિત દીનદયાળ આવાસ યોજનાનો ઉદ્દેશ

ગુજરાત સરકાર દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના ગરીબ પરિવારો કે જેમની પાસે પોતાનો પ્લોટ અથવા કાચું મકાન છે અને તેઓ જર્જરિત હાલતમાં છે. આ ગરીબ લાભાર્થીને ગુજરાત સરકાર આર્થિક સહાય આપશે નવું પાકું મકાન બનાવવા માટે.નિયામક વિકસતી જાતિ કલ્યાણ વિભાગ હેઠળ સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ(EWS), વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા લોકોને ઘર બનાવવામાં મદદરૂપ ઉદેશ્ય છે. આ યોજના હેઠળ  ઘર વિહોણા,ખુલ્લો પ્લોટ ધરાવતા અથવા રહેવાલાયક મકાન ન હોય એમને Awas Yojana નો લાભ  આપવામાં આવે છે. આ યોજના હેઠળ મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે.

પંડિત દીનદયાળ આવાસ યોજનાના લાભ

  • આ યોજના માં લાભાર્થી રાજ્યનો રહેવાસી હોવો જરૂરી છે.
  • લાભાર્થી ગુજરાતની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ , આર્થિક પછાતવર્ગ , વિચરતી વિમુકત જાતિના જોઈએ.
  • આ યોજના હેઠળ લાભ મેળવવા માટે લાભાર્થી પાસે પોતાનો પ્લોટ અથવા તો પોતાનું કાચું મકાન હોવું આવશ્યક છે.
  • જો કોઈ વ્યક્તિને સરકાર દ્વારા મફતમાં પ્લોટ આપવામાં આવે છે તો તે પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર બનશે.
  • લાભ લેવા ઇચ્છુક લાભાર્થીના પરિવારમાં કોઈ પણ વ્યક્તિ પાસે બીજું મકાન કે પ્લોટ ન હોવો જોઈએ જો હોય તો તેવા લોકોને આ યોજનાનો લાભ મળશે નહીં.
  • જો પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છુક લાભાર્થી ગ્રામીણ વિસ્તારનો હોય, તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 20 હજાર થી વધુ ના હોવી જોઈએ.
  • જો લાભાર્થી શહેરી વિસ્તારનો હોય તો તેના પરિવારની વાર્ષિક આવક રૂ. 1 લાખ 50 હજાર થી વધુ ન હોવી જોઈએ.
  • અરજી કરનાર પરિવારમાં કોઈ પણ વ્યક્તિને સરકારી નોકરી ન હોવી જોઈએ.
  • બી. પી. એલ કાર્ડ ધરાવતા લાભાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે છે

મળવાપાત્ર લાભ અથવા સહાયની રકમ

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 માં લાભાર્થીઓને કુલ 1 લાખ 20 હજાર ની સહાય મળશે.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ નિયામક વિચરતિ વિમુકત વિભાગ કાર્યરત છે. જે વિભાગ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે કુલ ત્રણ હપ્તામાં 1,20,000/- ની સહાય આપવામા આવે છે.

  • પ્રથમ હપ્તો રૂ. 40,000 નો રહેશે. જે લાભાર્થીને ઘરનું કામ શરૂ કરવા માટે આપવામાં આવશે.
  • બીજો હપ્તો રૂ. 60,000 રૂપિયાનો આપવાં આવશે. આ હપ્તો મકાનનો હપ્તો લેટર લેવલ સ્તરે પહોંચતા જ મળશે.
  • ત્રીજો અને અંતિમ હપ્તો રૂ. 20,000 રૂપિયાનો આપવામાં આવશે. આ હપ્તાની રકમ લાભાર્થીને આખું ઘર પૂર્ણ થવા પર પ્રાપ્ત થશે.
હપ્તાની સંખ્યામળવાપાત્ર રકમ (રૂપિયામાં)
પ્રથમ હપ્તામાં                40,000/- સહાય
બીજા હપ્તા પેટે60,000/- ની સહાય
ત્રીજા હપ્તા પેટે20,000/- ની સહાય મળવાપાત્ર

આ પણ વાંચો:

પંડિત દીનદયાળ આવાસ યોજના માટેની પાત્રતા

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજનાઓનો લાભ ગુજરાતના નાગરિકો લેવા માંગતા હોય તો નીચે આપેલી પાત્રતા ધરાવતા હોય તો આ યોજના માટે લાભ મળવાપાત્ર થશે.

  • અરજી કરનાર વ્યક્તિએ ગુજરાત રાજ્ય નો રહેવાસી.
  • અરજી કરનાર વ્યક્તિ પાસે કાચો અથવા કાચા મકાનો કોઈપણ પ્રકાર મકાન હોવું જોઈએ.
  • સરકાર દ્વારા આપવામાં આવેલા મફત પ્લોટ પર આ યોજનાનો લાભ લેવા માંગે છે તોપણ તે આયોજન માટે અરજી કરી શકે છે.
  • અરજી કરનાર વ્યક્તિના પરિવારને બીજી કોઈ પણ વ્યક્તિ આ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ.
  • આ યોજના હેઠળ લાભ લેનાર વ્યક્તિ ની વાર્ષિક આવક રૂપિયા 1,20,000/- થી વધુ ના હોવી જોઈએ.
  • અરજી કરનાર વ્યક્તિ પાસે બીપીએલ કાર્ડ હોવું જોઈએ.

પંડિત દીનદયાળ આવાસ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • ચૂંટણી કાર્ડ
  • અરજદાર જાતિ/પેટાજાતિ નો દાખલો 
  • આવક નો દાખલો 
  • રહેઠાણનો પુરાવો (વીજળીનું બિલ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ભાડાકરાર, ચૂંટણી કાર્ડ)
  • પાસબુક / કેન્સલ ચેક 
  • જમીન ધારકો/દસ્તાવેજો/અકરાણી પત્રકો/જમણા રોલ/ચાર્ટર્ડ શીટનો આધાર (જે લાગુ છે)
  • જમીન ઉપર બિલ્ડીંગનું બાંધકામ, તે જમીનનો વિસ્તાર દર્શાવતા નકશાની નકલની સાહિવલી જણાવે છે કેતુરડીસા (તલાટી મંત્રીશ્રી).
  • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
  • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
  • BPLનો દાખલો
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
  • પાસબુક / કેન્સલ ચેક
  • અરજદારના ફોટો

પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ 2023

પંડિત દીનદયાળ આવાસ યોજના ફોર્મ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લીંક પર ક્લિક કર્યા બાદ તમે આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ તે ફોર્મ ઓફલાઈન પ્રિન્ટઆઉટ કાઢીને મારા ઘરની આસપાસ આવેલી કચેરી પાસે હા પણ જમા કરાવવાની રહેશે.

Download Form

Home PageClick Here
Official WebsiteClick Here

આ પણ વાંચો:-

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

STEP 1 : સૌપ્રથમ તમારે ઈ-સમાજ કલ્યાણ ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે.

STEP 2 : ત્યાર બાદ તમારે તે વેબસાઈટમાં લોગીન કરવાનું રહેશે. 

જો તમે પહેલેથી રજીસ્ટ્રેશન કરેલું નથી તો તમારે પહેલા સમાજ કલ્યાણ ની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવું પડશે. રજીસ્ટ્રેશન કરતી વખતે તમને આઈડી પાસવર્ડ આપવામાં આવશે તે સાથે રાખવાનો રહેશે.

પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના

રજીસ્ટ્રેશન કર્યા બાદ તમારે વેબસાઈટમાં લોગીન કરવાનું રહેશે.

STEP 3 : ત્યાર પછી તમારે નિયમમાં અનુસૂચિત જાતિ કલ્યાણ નું ઓપ્શન જોવા મળશે તેમાં પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના ઉપર ક્લિક કરવાનું રહેશે.

પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના

ત્યારબાદ પ્રથમ હપ્તા માટે અરજી તેમાં ક્લિક કરવાનું રહેશે.

પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના

STEP 4 : ત્યારબાદ તમારી સામે વ્યક્તિગત વિગત નામની ટેબ જોવા મળશે તેમાં તમારી બધી માહિતી તમારે ભરવાની રહેશે પાસપોર્ટ સાઈડ નો ફોટો નામ મોબાઈલ નંબર સરનામું બધી વિગતો ભરવાની રહેશે અને વિગતો ભરાઈ ગયા પછી તમારે Save And Next બટન પર ક્લિક કરવાનું રહેશે.

પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના

STEP 5 : ત્યારબાદ તમારે અરજી ની વિગતો એ જોવા મળશે અને તમારે તેમાં બધી માહિતી ભરવી પડશે જેવી કે તમારી આવક કેટલી છે શું ધંધો કરો છો, કુટુંબના સભ્યોની સંખ્યા, બેન્ક એકાઉન્ટ નંબર વગેરે. વિગતો ભરાઈ ગયા પછી તમારે Save And Next બટન પર ક્લિક કરવાનું રહેશે.

પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના

STEP 6 : ત્યારબાદ તમારે નવું પેજ ખુલશે જેમાં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. બધા ડોક્યુમેન્ટની સાઈઝ 1MB થી ઓછી હોવી જોઈએ. વિગતો ભરાઈ ગયા પછી તમારે Save And Next બટન પર ક્લિક કરવાનું રહેશે.

પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના

STEP 7 : ત્યારબાદ તમને નિયમ અને શરતોનું એક પેજ જોવા મળશે જ્યાં તમારે ચેકબોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે જેમાં લખેલું હશે ઉપર આપેલી બધી નિયમો અને શરતો થી હું સહમત છું.  પછી તમારે Save Application બટન પર ક્લિક કરવાનું રહેશે.

પંડિત દીન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના

પંડિત દીનદયાળ આવાસ યોજના FAQ

1. પંડિત દીનદયાળ આવાસ યોજનામાં અરજી કરવા માટેની અધિકૃત વેબસાઈટ કઈ છે ?

જવાબ:- પંડિત દીનદયાળ આવાસ યોજના વેબસાઈટ : https://esamajkalyan.gujarat.gov.in/

2. પંડિત દીનદયાળ આવાસ યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી છે ?

જવાબ:- લાભાર્થીને 1 લાખ 20 હાજર રૂપિયા સહાય.

3. મકાન બાંધકામ માટે કયા પ્રકારની જમીનનો ઉપયોગ કરી શકાય છે ?

જવાબ:- (1) સ્વ-માલિકીની પ્લોટ/મકાનની જમીન (પોતાના કાચા માટીના મકાન)
(૨) વારસાગત જમીનનો માલિક
(3) રાવલા રાઇટ્સ અને રીવોર્ડ લેન્ડ એક્ટ હેઠળ સંપત્તિના માલિક

4. આ યોજના માટે કોણ પાત્ર છે ?

જવાબ:- આ યોજના માટે કોણ પાત્ર છે ?
શહેરો અને ગામડાઓમાં રહેવાની રહેતા લાભાર્થી માટે તેમના નામ પર પોતાનો પ્લોટ અથવા સરકારી મફત પ્લોટ મેળવનારાઓને આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગો અને વિચરતી વિમુક્ત જાતિના ઘરવિહોણા કે પોતાના કાચા મકાન પર મળવાપાત્ર છે.

આ યોજના માટે કોણ પાત્ર છે ?
શહેરો અને ગામડાઓમાં રહેવાની રહેતા લાભાર્થી માટે તેમના નામ પર પોતાનો પ્લોટ અથવા સરકારી મફત પ્લોટ મેળવનારાઓને આ યોજનાનો લાભ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગો અને વિચરતી વિમુક્ત જાતિના ઘરવિહોણા કે પોતાના કાચા મકાન પર મળવાપાત્ર છે.

આ લેખ દ્વારા, અમે તમને પંડિત દીનદયાળ આવાસ યોજના | Pandit Din Dayal Upadhyay Awas Yojana સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

1 thought on “પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2023 । Pandit Dindayal Awas Yojana”

Leave a Comment